
ચીનને આકરો જવાબ આપાવાની તૈયારી – આજથી ભારત સાથે માલાબાર સંયુક્ત સેન્ય અભ્યાસ શરુ કરશે ક્વાડ દેશોની
- ચીનને જવાબ આપવાની શરુ થશે આજથી તૈયારી
- ક્વાડ દેશઓની સેના સાથે યુદ્ધાભ્યાસ આજથી શરુ
દિલ્હીઃ- ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ આજરોજ ગુરુવારથી પ્રશાંત મહાસાગરમાં સંયુક્ત લશ્કરી કવાયત શરુ કરશે. માલાબાર 21 નામની આ સંયુક્ત કવાયત 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં ચતુર્ભુજ સંવાદ અથવા ક્વાડના ચારેય દેશો સામેલ થશે. આ દેશો ગયા વર્ષે પ્રથમ વખત એક સાથે લશ્કરી કવાયતમાં જોડાયા હતા. આ મલાબાર નેવલ એક્સરસાઇઝની 25 મી આવૃત્તિ છે.
ત્યારે હવે ચીન સાથએ ચાલી રહેલા તણાવ વચ્ચે આ લશ્કરી કવાયતને ચીનની આક્રમક નીતિઓ સામે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે બેઇજિંગનો ગુસ્સો પણ નિશ્ચિત છે.
બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં ભારતીય નૌકાદળે જણાવ્યું હતું કે આ કવાયતનો ઉદ્દેશ સહભાગી દેશો વચ્ચે દરિયાઇ સુરક્ષા વિશે સામાન્ય સમજ સ્થાપિત કરવાનો છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઈએનએસ શિવાલિસ અને આઈએનએસ કદમત, પી -81 વિમાન અને નૌકાદળના મરીન કમાન્ડો આ વર્ષે મલાબાર લશ્કરી કવાયતમાં ભાગ લેનાર છે.
આ કવાયતમાં ચાર ક્વાડ દેશોની નૌકાદળો દ્વારા ડિસ્ટ્રોયર્સ, યુદ્ધપોત, કોર્વેટ, સબમરીન, હેલિકોપ્ટર, લાંબા અંતરની દરિયાઇ પેટ્રોલિંગ એરક્રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત, યુએસ નેવી સીલ અને ભારતીય નૌકાદળના માર્કોસ સહિત વિશેષ દળો પણ આ લશ્કરી કવાયતનો એક ભાગ હશે.