
દિલ્લી: દેશના ઉત્તર ભાગમાં તીવ્ર ઠંડીનું જોર યથાવત છે. હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પંજાબ હરિયાણામાં ફરી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે શુક્રવારથી નવી પશ્ચિમી ખલેલ સક્રિય થઈ ચૂકી છે. જેને લઈને પહાડી રાજ્યોમાં બરફવર્ષાનું જોર રહેશે. ઉત્તર અને વાયવ્ય રાજ્યોમાં વરસાદ પડવાની પણ શક્યતાો સેવાઈ રહી છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ તાપમાન ઘટશે અને ઠંડીનું મોજું ફરી વળશે, શિયાળાની ઠંડીનો કહેર વધી જશે. શનિવાર સવારથી જ ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું.
ઉત્તરપ્રદેશમાં ફરીથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે એક કે બે દિવસ બાદ ફરીથી તાપમાનમાં થોડો વધારો થશે, પરંતુ તે પછી તે તાપમમાન નીચુ જશે. પર્વતો પરથી આવતી ઠંડી હવાને કારણે શીતલહેર સાથે તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અહેસાસ થશે. આવી ઠંડી આગામી આખા અઠવાડિયા સુધી રહેવાની સંભાવના છે.
આજે વહેલી સવારેબિહારની રાજધાની પટના સહિત બિહારના મોટા ભાગોમાં ધુમ્મસ અને ઝાકઝમાળ જોવા મળ્યો હતો. જોકે બાદમાં હવામાન સ્પષ્ટ રહેવાની સંભાવના છે. પશ્ચિમ તરફથી આવતા પવનોને કારણે ઠંડીનું પ્રામણ એક-બે દિવસ ચાલુ રહેશે.
પહાડી રાજ્ય ગણતા ઉત્તરાખંડમાં પશ્ચિમી ખલેલની અસરને કારણે, ગઢવાલ અને કુમાઉન ક્ષેત્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. 23 અને 24 જાન્યુિઆરીના રોજ મોટાભાગના સ્થળોએ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.
હવામાન વિભાગે 22 સો મીટર અને તેથી વધુ ઉંચાઇવાળા સ્થળોએ હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન કેન્દ્ર દહેરાદૂનના જણાવ્યા પ્રમાણે ગાઢવાલ ક્ષેત્રમાં દહેરાદૂન, હરિદ્વાર સહિત કુમાઉના પિથોરાગ,, બાગેશ્વર અને અલ્મોડા જિલ્લામાં કેટલાક સ્થળોએ હવામાન બદલાશે અને વરસાદ પડશે, આ સાથે જ ભારે બરફવર્ષા થઈ શકે છે.
મેદાની વિસ્તારોની જો વાત કરીએ ધુમ્મસ છવાયેલું રહેશે. દહેરાદૂન, હરિદ્વાર જિલ્લામાં 23 મીએ ક્યાંક ક્યાંક વરસાદ પડવાની અને વીજળી પડવાની સંભાવના છે. મેદાનોમાં ગાઢ ધુમ્મસ સામે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
-સાહીન