1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્ય કક્ષાએ જીનોમ સિક્વન્સિંગની સુવિધા શરૂ કરનાર સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું રાજસ્થાન- જે નવા વાયરસના પ્રકાર વિશે માહિતી આપશે
રાજ્ય કક્ષાએ જીનોમ સિક્વન્સિંગની સુવિધા શરૂ કરનાર સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું રાજસ્થાન- જે નવા વાયરસના પ્રકાર વિશે માહિતી આપશે

રાજ્ય કક્ષાએ જીનોમ સિક્વન્સિંગની સુવિધા શરૂ કરનાર સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું રાજસ્થાન- જે નવા વાયરસના પ્રકાર વિશે માહિતી આપશે

0
Social Share
  • રાજસ્થાન જીનોમ સિક્વન્સિંગ શરુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું
  • જે કોરોનાના નવા પ્રકારની માહિતી પ્રદાન કરશે

 

દિલ્હીઃ- જયપુરની એસએમએસ મેડિકલ કોલેજમાં જીનોમ સિક્વન્સિગ (આનુવંશિક અનુક્રમ) સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સાથે, રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્યનું રાજ્ય બન્યું છે,કે જે રાજ્ય કક્ષાએ સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગની સુવિધા પ્રદાન કરશે.

સ્વાસ્થ્ય મંત્રી  ડો. રઘુ શર્માએ આ અંગે આપેલી માહિતી પ્રમાણે કોરોના નિવારણને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં જીનોમ સિક્વન્સિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જીનોમ સિક્વન્સિંગની તકનીક નવા પ્રકારના વાયરસ વિશેની માહિતી પ્રદાન કરી શકે છે. તેમણે માહિતી આપી હતી કે એસએમએસ મેડિકલ કોલેજમાં લગભગ એક કરોડ રૂપિયા ખર્ચ કરીને જિનોમ સિક્વન્સિંગ સુવિધા તૈયાર કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે એસએમએસ મેડિકલ કોલેજમાં સ્થાપિત મશીન પર સેમ્પલોના પરીક્ષણની કામગીરી 15 જૂનથી શરૂ કરવામાં આવ્યા છે. આ મશીનની ક્ષમતા દરરોજ 20 નમૂનાઓનું પરીક્ષણ કરવાની છે અને ટૂંક સમયમાં તેની ક્ષમતા વધીને દિવસના 80 નમૂનાની કરવામાં આવશે. તપાસ બાદ તેનો રિપોર્ટ ત્રણથી ચાર દિવસમાં મળી રહ્યો છે.

અત્યાર સુધીકોરોના વાયરસના અંદાજે 100 નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી છે, જેમાં 90 ટકા નમૂનાઓમાં ડેલ્ટા પ્રકાર મળી આવ્યો છે

મળતી માહિતી મુજબ જીમોન સિક્વન્સિંગ માટે અત્યાર સુધી રાજ્યમાંથી નમૂનાઓ કેન્દ્ર સરકારની ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) દ્વારા રાજસ્થાન માટે સ્થપાયેલી દિલ્હી સ્થિત આઇજીઆઇબી લેબમાં મોકલવામાં આવતા હતા. દરરોજ 10 નમૂનાઓના આધારે, રાજ્યમાંથી એક મહિનામાં 300 નમૂના મોકલવામાં આવ્યાં હતાં, પરંતુ તેના પરિણામો સમયસર નહોતા મળતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code