
રાજસ્થાન કોર્ટનો આદેશ- ઉદયપુરના તળાવો પ્રદુષણ મૂક્ત બનશે, હવે પેટ્રોલ-ડિઝલથી ચાલતીની બોટ પર પ્રતિબંધ
- રાજસ્થાન કોર્ટનો નિર્ણય
- ઉદપુરના તળાવમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતી બોટ નહી ચલાવી શકાય
જયપુરઃ- દેશભરના રાજ્યો પર્યાવરણને શુદ્ધ કરવાની દિશામાં આગળ વધી લહ્યા છએ, કુદરતી સંપત્તિને નુકશાન ન થાય તે હેતુસર અનેક મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે આ દિશામાં રાજસ્થાન કોર્ટ દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનના તળાવોના શહેર ઉદયપુરમાં તળાવોને પ્રદુષણ મુક્ત બનાવવાની લાંબા સમયથી માંગણી પૂરી થઈ છે.હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લેતા 6 મહિનાની અંદર તમામ બોટને બેટરી અને સોલારથી ઓપરેટ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટના આ આદેશ બાદ તળાવ પ્રેમીઓ અને નગરજનોમાં આનંદ છવાયો હતો. તેની પાછળનું કારણ એ છે કે પીછોલા તળાવના પાણીનો શહેરવાસીઓ પીવા માટે ઉપયોગ કરે છે, જ્યારે તળાવ પ્રેમીઓ ઈચ્છે છે કે તળાવો પ્રદુષણ મુક્ત બને જેથી જળચર જીવો પણ જીવી શકે અને પાણી પીવા લાયક બની શકે છે, જેથી રાજસ્થાન કોર્ટે તળાવને પ્રદુષણ મૂક્ત બનાવા આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે જોધપુર હાઈકોર્ટે રાજસ્થાન લેક ઓથોરિટી એક્ટ-2015 હેઠળ બોટ ઓપરેશનની સાથે તળાવોની સીમાઓનું રક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. સુઓ મોટુ સંજ્ઞાન લેતા, હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુઆઈટીને પણ આ અંગે એફિડેવિટ આપવા જણાવ્યું છે.