
રાજકોટ મનપાની તિજોરી છલકાઈ, મિલકત વેરા પેટે રૂ. 201 કરોડની આવક
અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં નગરપાલિકાએ બાકી મિલ્કત વેરાની વસુલાત માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ચાલુ વર્ષે અચ્યાર સુધીમાં 3.4 લાખ કરદાતાઓએ રૂ. 201 કરોડ જમા કરાવ્યાં છે. આમ મિલ્કત વેરાથી મનપાની તિજોરી છલકાઈ છે. લગભગ 50 ટકા લોકોએ ઓનલાઈન વેરો જમા કરાવ્યો હતો.
તા. 1 એપ્રિલથી 6 ઓક્ટોબર સુધીમાં 201 કરોડનો વેરો ભરાયો હતો. લગભગ 3.40 લાખ લોકોએ પોતાનો મિલકત વેરો જમા કરાવ્યો છે. વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2023માં 340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. માત્ર ૬ મહિનામાં 200 કરોડની આવક થતાં હવે લક્ષ્યાંકમાં 140 કરોડનું છેટુ રહ્યું છે. 1.83 લાખ શહેરીજનોએ રૂ. 104 કરોડનો વેરો ઓનલાઈન જમા કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતની મહાનગર પાલિકાઓ દ્વારા બાકી મિલક્ત વેરાની વસુલાત માટે અભિયાન શરૂ કર્યું હતું. તેમજ વ્યાજ માફી તથા વ્યાજમાં રાહત સહિતની યોજનાઓ અમલમાં મુકી હતી. જોથી મોટી સંખ્યામાં લોકો પોતાનો બોકી વેરો જમા કરાવવા આગળ આવ્યાં હતા.