
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ દ્વારકામાં 1 લાખ જેટલા દીવડાઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે
અમદાવાદઃ આગામી 22 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત વર્ષ જ્યારે જયશ્રી રામના આગમન ની તૈયારીઓ માં લાગી ગયો છે ત્યારે નાના માં નાનો માણસ પણ આ તૈયારીઓ થી વંચિત નથી. અયોધ્યામા ભગવાન શ્રી રામના મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્યારે ભારત ભર ની જેમ કૃષ્ણ નગરી પણ તેજોમય દેખાશે.
દ્વારકામા પણ દિવાળી નો માહોલ બની રહે તે માટે અહી નાં માટીના વ્યવસાય સાથે જોડાયેલા એવા ધીરજ ભાઈ વેગડ જેઓ દ્વારકા માં પોતાનો સ્ટોલ ધરાવે છે.તેમને દ્વારકા વાસીઓ અને આવતા પ્રવાસીઓ માટે ની શુલ્ક દિવડા ઓ નાં પેકેટ તૈયાર કર્યાં છે.
લગભગ 1 લાખ દીવડાઓ અને રામ ભક્ત એવા હોટેલ ધ ગ્રાન્ડ દ્વારિકા વારા રવી રૂપારેલિયાએ તમામ દીવડાઓમા વાટ બનાવડાવી તૈયાર ની શુલ્ક વહેંચવાના છે.હાલ તેમના મિત્ર મંડળ સાથે બેસી તેઓ એ૫૦ હજાર દીવડાઓ બનાવી રાખ્યા છે.
ઘર ઘર દિવાળીના માહોલ બને તે માટે દીવડાઓ નિશુલ્ક વહેચી દરેક ને તેઓ દિવડા પ્રગટાવી શ્રીરામ નાં આગમનને વધાવવા અનુરોધ કરી રહ્યા છે.આ દિવડા બનાવવા મિત્ર મંડળ અને ધીરજભાઈ અને તેનો પરિવાર છેલ્લા 15 દિવસથી કામે લાગી ગયા છે.