
અમૂલના એમડી પદ્દેથી આર.સી.સોઢીએ રાજીનામું આપ્યું, જયેન મહેતાને ચાર્જ સોંપાયો
અમદાવાદઃ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે અમુલના એમડી પદ ઉપરથી આર.સી.સોઢીએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. સોઢીના રાજીનામાને પગલે સરકારી મંડળીના વર્તુળમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. બીજી તરફ જયેન મહેતાને MD તરીકેનો ચાર્જ સોંપાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં આજે ફેડરેશનની બોર્ડ મીટિંગની મહત્વની બેઠક મળી હતી. જેમાં સોઢી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અમૂલના એમડી તરીકે આરએસ સોઢી લગભગ 2010થી કાર્યરત હતા અને તેમની આગેવાનીમાં અમૂલ બ્રાન્ડ દેશ-વિદેશમાં જાણીતી બની છે. તેમજ હાલના દિવસોમાં અન્ય પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે. જો કે, સોઢીને કારણે અમૂલમાં નુકશાન થયાની ચર્ચાઓ વહેતી થઈ હતી. દરમિયાન ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં સોઢીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માટિંગમાં આર એસ સોઢીની સેવાઓ અમૂલના MD તરીકે સમાપ્ત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અમૂલના મેનેજીંગ ડિરેક્ટર તરીકેની તેમની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી હોવાની માહિતી છે. ગાંધીનગરમાં આજે ફેડરેશનની બોર્ડ મીટિંગ મળી હતી. ત્યારે આ મીટિંગની અંદર આ ઠરાવ મંજુર કરવામાં આવ્યો છે. જેના કારણો પોલિટીકલ પણ માનવામાં આવી રહ્યા છે. આર એસ સોઢીનું અમૂલના એમડી પદેથી રાજીનામું લેવાઇ ચુક્યુ છે. હવે તેમના સ્થાને જયન મહેતાને MD તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.