1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બગોદરા-ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, 10 ઘાયલ
બગોદરા-ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, 10 ઘાયલ

બગોદરા-ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, 10 ઘાયલ

0
Social Share
  • જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો
  • બગોદરા-ધોળકા રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • આ અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત, 10 ઘાયલ

નવી દિલ્હી: આજે વહેલી સવારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં 3 વિદ્યાર્થીઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. જ્યારે 9 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે.

બનાવની વિગતો પ્રમાણે, અમદાવાદ બગોદરા ધોળકા રોડ પરથી પસાર થઇ રહેલા તૂફાન ગાડીને ધૂમ્મસભર્યા વાતાવરણને કારણે ટ્રક દેખાયો ન હતો. જેથી તૂફાન ગાડી ટ્રકની પાછળ જોરદાર રીતે ઘૂસી ગઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, તૂફાનનો કૂરચો વળી ગયો હતો અને 1 વિદ્યાર્થીની અને 2 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

જ્યારે 10 થી વધુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બગોદરામાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. તો ઘાયલ મુસાફરોને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા હતા.

પ્રાથમિક તપાસ અનુસાર, આ દરેક વિદ્યાર્થીઓન રાજ્ય કક્ષાની જુડોની મેચ રમવા ગોધરા ગયા હતા અને ગોધરાથી પરત ફરતા સમયે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code