
રિપોર્ટઃ- વિશ્વ સૈન્ય ખર્ચ 2 ટ્રિલિયને પાર ,આ યાદીમાં ભારતનો ટોચના 3 દેશોમાં સમાવેશ
- વિશ્વ સેન્ય ખર્ચ 2 ટ્રિલિયનને પાર
- ભારત ટોચ 3 માં સમાવેશ પામ્યું
દિલ્હીઃ- વિશ્વ લશ્કરી ખર્ચ 2021 માં યુએસ ડોલર 2.1 ટ્રિલિયનની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટએ આ અંગે સોમવારે જણાવ્યું હતું કે, ટોચના ત્રણ સૌથી મોટા ખર્ચ કરનારાઓમાં દેશોમાં ભારતને પણ સ્થાન મળ્યું છે.વિશ્વના દેશોમાં એકબીજાથી વધુ શક્તિશાળી બનવાની સ્પર્ધા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સૈન્ય ક્ષેત્ર પરનો ખર્ચ સતત વધી રહ્યો છે.
આ યાદીમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને ભારત ટોચ 3 માં સ્થાન મેળવવ પાત્ર બન્યા છે,જારી કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021માં કુલ વૈશ્વિક સૈન્ય ખર્ચ 0.7 ટકા વધીને 2113 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગયો છે. 2021 માં પાંચ સૌથી મોટા ખર્ચ કરનારા દેશ યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, ભારત, યુનાઇટેડ કિંગડમ અને રશિયા છે, આ પાંચ દેશો કુલ ખર્ચના 62 ટકા હિસ્સો ધરાવે છે.
મ SIPRIના મિલિટરી એક્સપેન્ડીચર એન્ડ આર્મ્સ પ્રોડક્શન પ્રોગ્રામના વરિષ્ઠ સંશોધક ડૉ. ડિએગો લોપેસ દા સિલ્વાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીથી અર્થતંત્રને અસર થઈ હોવા છતાં વૈશ્વિક લશ્કરી ખર્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
આ અંગે તેમણે વધુમાં કહ્યું કે ફુગાવાના કારણે વાસ્તવિક વૃદ્ધિમાં મંદી આવી છે, પરંતુ લશ્કરી ખર્ચમાં વિક્રમી સપાટીએ વધારો નોંધાયો છે. મહામારીમાંથી આર્થિક પુનઃપ્રાપ્તિના પરિણામે, સંરક્ષણ ખર્ચ વૈશ્વિક જીડીપીના 2.2 ટકા હતો. SIPRIના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2021માં યુએસ સૈન્ય ખર્ચ 801 બિલિયન ડજોલર સુધી પહોંચી ગયો છે, જે 2020ની સરખામણીમાં 1.4 ટકા ઓછો છે.
આ જારી કરાયેલા નિવેદન અનુસાર, 2012 થી 2021ના સમયગાળામાં, યુએસએ સૈન્ય સંશોધન અને વિકાસ માટેના ભંડોળમાં 24 ટકાનો વધારો કર્યો અને હથિયારોની ખરીદી પર ખર્ચમાં 6.4 ટકાનો ઘટાડો કર્યો. બીજા સ્થાને ચીન હતું, જેણે સંરક્ષણ પાછળ USD 293 બિલિયનનો ખર્ચ કર્યો હતો. આ આંકડો 2020 કરતા 4.7 ટકા વધુ હતો.
જેમાં ભઆરતની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે ભારતનો સૈન્ય ખર્ચ 76.6 બિલિયન યુએસ ડોલર હતો, જેમાં 2020ની સરખામણીમાં 0.9 ટકા અને 2012ની સરખામણીમાં 33 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્વદેશી હથિયાર ઉદ્યોગને મજબૂત કરવા માટે ભારતે 2021ના સૈન્ય બજેટમાં ઘણી જોગવાઈઓ રજૂ કરી હતી.