1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંતરિક્ષથી પરત ફેરલી રિશીષા બાંદલાએ પોતાનો અનુભવ શેર કર્યો, કહ્યું ‘અંતરિક્ષમાંથી પૃથ્વી જોવી અદભૂત જીવન બદલનાર અનુભવ’
અંતરિક્ષથી પરત ફેરલી રિશીષા બાંદલાએ પોતાનો અનુભવ શેર કર્યો, કહ્યું ‘અંતરિક્ષમાંથી પૃથ્વી જોવી અદભૂત જીવન બદલનાર અનુભવ’

અંતરિક્ષથી પરત ફેરલી રિશીષા બાંદલાએ પોતાનો અનુભવ શેર કર્યો, કહ્યું ‘અંતરિક્ષમાંથી પૃથ્વી જોવી અદભૂત જીવન બદલનાર અનુભવ’

0
Social Share
  • શિરીષાએ અઁતરિક્ષનો અનુભવ શેર કર્યો
  • કહ્યું, અંતરિક્ષમાંથી પૃથીવી જોવી જીવન બદલનાર અદભૂત અનુભવ

 

દિલ્હીઃ- વર્જિન ગેલેક્ટીકની પહેલી સંપૂર્ણ ટીમ સફળ પરીક્ષણ ઉડાનમાં અઁતરિક્ષની યાત્રા કરનારી ભારતની શિરીષા બાંદલાએ પોતોના અનુભવ શેર કર્યો હતો, તેણે કહ્યું કે ઉપરથી પૃથ્વી જોવી એ એક અદભૂત અને જીવન બદલવાનો અનુભવ હતો. 34 વર્ષીય શિરીષા અમેરિકી બ્રિટીશ અબજોપતિ રિચર્ડ બ્રેન્સન સાથે અંતરિક્ષની મુસાફરી કરનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા બની છે.

એરોનોટિકલ એન્જિનિયર બાંદલા રવિવારે અંતરિક્ષની ઉડાન ભરનારી ભારતીય વંશની ત્રીજી મહિલા બની હતી જ્યારે તેણે યુ.એસ. ન્યૂ મેક્સિકો રાજ્યના બ્રિટીશ અબજોપતિ રિચાર્ડ બ્રેન્સન સાથે ‘વર્જિન ગેલેક્ટીક’ની અવકાશમાં પ્રથમ ક્રૂ પરીક્ષણની સફળતાપૂર્વક પરીક્ષણ કરાવ્યું હતું.

ન્યૂ મેક્સિકોથીઅંતરિક્ષ યાનની ઉડાનમાં, બ્રેન્સન, બંદાલા સાથે પાંચઅન્ય લોકો પણ સાથે હતા, લગભગ 53 માઇલ ની ઉંચાઈએ અવકાશની ધાર પર પહોંચ્યા હતા. ત્યાં તેઓ ત્રણથી ચાર મિનિટ સુધી વજન વિનાની અનુભૂતિ કરી અને પૃથ્વીનો અદ્ભૂત નઝારો જોયા ત્યારે બાદ તેઓ પૃથ્વી પર પરત ફર્યા હતા.

. શિરીષા બાંદલાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે હજી પણ હું ત્યાં છું, પણ અહીં આવીને ખૂબ આનંદ થયો.હું અદ્ભુત કરતાં વધુ સારા શબ્દ વિશે વિચારવાનો પ્રયત્ન કરી રહી હી, પરંતુ તે મારા માટે એકમાત્ર શબ્દ છે. પૃથ્વીનો નજારો જોવું એ જીવન બદલવા જેવું છે. અવકાશમાં મુસાફરી ખરેખર અદભૂત છે. આ ક્ષણને ભાવુક ગણાવતાં તેમણે કહ્યું કે, “હું બાળપણથી જ અવકાશમાં જવાનું સપનું જોતી હતી અને તે ખરેખર આ સ્વપ્ન સાકાર થવા જેવું છે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code