
રે મોંઘવારી… પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા તેલ, દાળ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેના લીધે જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. 15 રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના 125 રૂપિયા થઈ ગયા છે. તો તુવેર, અડદની ખેતીમાં 25 થી 30 ટકાનો ઘટાડો થયો છે. કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળતા કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને કારણે પણ ભાવ વધારો થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. રોજેરોજ ભાવના નવા ચાર્ટ બને છે, અને તેમાં વધારો જ થઈ રહ્યો છે. આમાં, હવે રસોડામાં બનતા દાળ અને કઠોળ મોંઘા થવા લાગ્યાં છે. છેલ્લા એક જ મહિનામાં દાળ-કઠોળના ભાવમાં 16 ટકાનો જંગી વધારો થયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. 15 રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના 125 રૂપિયા થઈ ગયા છે. તો તુવેર, અડદની ખેતીમાં 25 થી 30 ટકાનો ઘટાડો થયો છે. કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળતા કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને કારણે ભાવ વધારો નડી રહ્યો છે. ખાદ્યતેલના ભાવમાં પણ અસામાન્ય વધોરો થયો છે.
પેટ્રોલ-ડીઝલમાઁ ભાવ વધારો થતા ટ્રાન્સપોર્ટેશન મોંધુ બન્યું છે. તેના લીધે દરેક ચીજ-વસ્તુના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલની સાથે CNGની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાત ગેસે કિલોદીઠ 6.45 રૂપિયા કિંમત વધારી છે. CNGની કિંમત પ્રતિકિલો 76.98 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ગુજરાત ગેસનો CNGનો અગાઉ ભાવ 70.53 રૂપિયા હતો. પેટ્રોલ બાદ પણ ડીઝલની કિંમત પણ 100ની નજીક પહોંચી છે.