
રશિયામાં ફેસબુક પર આશિંક પ્રતિબંધની કરી જાહેરાત
- રશિયાએ ફેસબૂક પર પ્રતિબંધ મૂક્યો
- વિતેલા દિવસે આશિંક પ્રતિબંધની કરી જાહેરાત
દિલ્હી- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારે વિશ્વભરમાં બન્ને દેશો વચ્ચેના તણાવની ચર્ચાઓ જોરશોરમાં છે, યુક્રેનના રાષ્ટ્રપતિ એ પોતે એકલા પડી ગયા હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે આ સમગ્ર સ્થિતિ વચ્ચે રશિયાએ ફેસબૂક બેન કર્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાએ ફેસબુક પર આંશિક પ્રતિબંધની જાહેરાત કરી છે. મોસ્કો દ્વારા આમ કરવાનું કારણ એ છે કે યુક્રેન પર હુમલા બાદ સોશિયલ મીડિયા કંપનીએ રશિયન સરકાર સમર્થિત કેટલાય એકાઉન્ટ્સને મર્યાદિત કરી નાખ્યા હતા.
રશિયન કોમ્યુનિકેશન રોસકોન્માડજોરે શુક્રવારે જણાવ્યું હતું કે તે ફેસબુક પર સેન્સરશીપનો આરોપ મૂકતા રશિયન મીડિયા પર યુએસ સોશિયલ મીડિયા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં મેટા પ્લેટફોર્મ ફેસબૂકની ઍક્સેસને આંશિક રીતે પ્રતિબંધિત કરી રહ્યું છે.
25 ફેબ્રુઆરીના રોજ, પ્રોસીક્યુટર જનરલ ઑફિસે, વિદેશ મંત્રાલય સાથેના કરારમાં, નિર્ણય લીધો કે સામાજિક નેટવર્ક ફેસબુક મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતાઓ તેમજ રશિયન નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાઓના ઉલ્લંઘનમાં સામેલ છે. ધ ગાર્ડિયન દ્વારા અહેવાલ મુજબ, Roskomnadzor વેબસાઈટે જણાવ્યું હતું કે ફેસબૂક શુક્રવારથી આંશિક રીતે પ્રતિબંધિત કરવામાં આવશે.
રશિયાએ તાજેતરમાં પશ્ચિમી સોશિયલ મીડિયા દિગ્ગજો પર દબાણ કર્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે ગયા વર્ષે, દેશે ટ્વિટરની કામગીરી ધીમી કરી દીધી હતી કારણ કે તેના પર ગેરકાયદેસર સામગ્રી દૂર કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.