1. Home
  2. ગુજરાતી
  3. રશિયા યુક્રેન પર કરી શકે છે એરસ્ટ્રાઈક – યુક્રેનના શહેરોમાંથી આવી રહ્યો છે સાયરનનો જોરદાર અવાજ
રશિયા યુક્રેન પર કરી શકે છે એરસ્ટ્રાઈક – યુક્રેનના શહેરોમાંથી આવી રહ્યો છે સાયરનનો જોરદાર અવાજ

રશિયા યુક્રેન પર કરી શકે છે એરસ્ટ્રાઈક – યુક્રેનના શહેરોમાંથી આવી રહ્યો છે સાયરનનો જોરદાર અવાજ

0
Social Share
  • યુક્રેન પર રશિયા કરી શકે છે એરસ્ટ્રાઈટ
  • 20 જેટલા શહેરોમાં વાગી રહ્યા છે સાયરન

 

દિલ્હીઃ-  રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ શરુ કર્યાને આજે 18  દિવસો થઈ યૂક્યા છે, ત્યારે હાલ પણ યુક્રેનમાં તબાહીના દર્શયો જોવા મળી રહ્યા છે, 20 જેટલા શહેરોમાં ભયાનક સાયરનનો અવાજ આવી રહ્યો છે. બંને દેશો તરફથી અત્યાર સુધી યુદ્ધવિરામના કોઈ સંકેત મળ્યા નથી. 

જ્યાં એક તરફ યુક્રેનના શહેરો પર હુમલા પર હુમલાઓ રશિયા દ્રારા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ યુક્રેન તરફથી તેને જોરદાર પ્રતિકાર પણ મળી રહી છે.યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં ઘણી કંપનીઓ સામે આવી છે. મોટાભાગનાએ રશિયા સાથેના સંબંધો તોડી નાખ્યા છે.આ દરમિયાન ગૂગલે યુક્રેનના સમર્થનમાં એક નવું ફીચર ઉમેર્યું છે. ગૂગલે જાહેરાત કરી છે કે તે યુક્રેનમાં એન્ડ્રોઈડ યુઝર્સને એર સ્ટ્રાઈક એલર્ટ મોકલશે. આ સાથે, એર સ્ટ્રાઈક પહેલા તેના ફોન પર એર સ્ટ્રાઈકની ચેતવણી મોકલવામાં આવશે,.

યુક્રેનના 20 થી વધુ શહેરોમાં એર સ્ટ્રાઈક હુમલાની ચેતવણીના સાયરન સંભળાય રહ્યા છે. હવે એવી શક્યતાઓ સેવાઈ રહી  છે કે રશિયા આ શહેરો પર ગમે ત્યારે હવાઈ હુમલો કરી શકે છે. યુક્રેનની રાજધાની કિવ,ઝપોરિયા , લવિવ, ઓડેસા, ઝાયતોમિર, ચેર્નિહાઇવ, સૂમી સહિત ઘણા શહેરોમાં આ સાયરન સંભળાયા છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિઝેલેન્સકીએ શુક્રવારે રશિયા પર મેલિટોપોલ શહેરના મેયરનું અપહરણ કરવાનો પણ આરોપ મૂક્યો હતો અને તેની તુલના “ISIS આતંકવાદીઓ” ના કાર્યો સાથે કરી હતી.આ સાથે જ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેન દ્વારા રશિયા પર આરોપ લગાવવામાં આવ્યો છે. યુક્રેનના અધિકારીઓનો આરોપ છે કે રશિયન સૈનિકોએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવેલા નાગરિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક બાળક સહિત સાત લોકોના મોત થયા હતા.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code