1. Home
  2. ગુજરાતી
  3. દુનિયામાં સૌથી વધારે પ્રતિબંધોનો સામનો કરનારા દેશમાં રશિયા પ્રથમ ક્રમે
દુનિયામાં સૌથી વધારે પ્રતિબંધોનો સામનો કરનારા દેશમાં રશિયા પ્રથમ ક્રમે

દુનિયામાં સૌથી વધારે પ્રતિબંધોનો સામનો કરનારા દેશમાં રશિયા પ્રથમ ક્રમે

0
Social Share

નવી દિલ્હીઃ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરનારા રશિયાએ એક વિચિત્ર રેકોર્ડ સ્થાપ્યો છે. રશિયા ઉપર અત્યાર સુધીમાં દુનિયાના વિવિધ દેશોએ અનેક પ્રતિબંધ ફરમાવ્યાં છે. પ્રતિબંધોને પગલે રશિયાએ ઈરાન અને નોર્થ કોરિયને પણ પાછળ રાખી દીધું છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકા અને યુરોપિયન યુનિયનએ રશિયા ઉપર 2778 નવા પ્રતિબંધ લગાવ્યાં છે. આમ રશિયા ઉપર અત્યાર સુધીમાં વિવિધ દેશો દ્વારા કુલ 5530 જેટલા પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે.

રશિયાએ યુક્રેન સામે 24મી ફેબ્રુઆરીના રોજ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. તે પહેલા રશિયા ઉપર 2754 જેટલા પ્રતિબંધ લાગી ચુક્યાં હતા. 22 ફેબ્રુઆરી બાદ અત્યાર સુધીમાં 2778 પ્રતિબંધ લાગી ચુક્યાં છે. ઈરાન ઉપર છેલ્લા 10 વર્ષમાં 3616 જેટલા પ્રતિબંધો લાગ્યાં છે. જેમાં સૌથી વધારે ન્યૂક્લિયર પ્રોગ્રામ અને આતંકવાદને મદદ કરવાને આ પગલા લેવાયાં હતા. સીરિયા અને નોર્થ કોરિયા ઉપર અનુક્રમે 2608 અને 2077 જેટલા પ્રતિબંધ લાગી ચુક્યાં છે. જયારે રશિયા ઉપર માત્ર દસ જ દિવસમાં આટલા પ્રતિબંધ લાગી ચુક્યાં છે.

રશિયા ઉપર સૌથી વધારે પ્રતિબંધ સ્વિટઝરલેન્ડએ લગાવ્યાં છે. સ્વિટઝરલેન્ડએ લગભગ 568 પ્રતિબંધ ફરમાવ્યાં છે. આ ઉપરાંત યુરોપન યુનિયને 518, ફ્રાંસે 512 પ્રતિબંધ ફરમાવ્યાં છે. અમેરિકાએ રશિયા સામે અત્યાર સુધીમાં 243 જેટલા પ્રતિબંધ ફરમમાવ્યાં છે. જો કે, ભારત દ્વારા કોઈ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે. તેમજ બંને દેશોને વાતચીથી સમસ્યનો ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code