
આજે થશે રશિયા-યુક્રેન 5મા રાઉન્ડની બેઠક,અત્યાર સુધીમાં 902 નાગરિકોના મોત
- રશિયા અને યુક્રે વચ્ચે વિવાદ
- આજે થશે પાંચમા રાઉન્ડની બેઠક
- બંને દેશોને ભારે જાનહાની અને માલહાનિ
દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ છેલ્લા ચાર અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોને ભારે પ્રમાણમાં નુક્સાન થયું છે અને હવે બંને દેશની અધિકારીઓ આજે પાંચમા રાઉન્ડની બેઠક કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી ચાર વખત બેઠક કરવામાં આવી પણ તેનું કોઈ રીઝલ્ટ આવ્યું નથી.
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારના ઉચ્ચાયુક્ત કાર્યાલયે કહ્યું છે કે આ યુદ્ધમાં ઓછામાં ઓછા 902 નાગરિકો માર્યા ગયા છે અને 1459 ઘાયલ થયા છે. જોકે, હાઈ કમિશનરની ઓફિસનું કહેવું છે કે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે. તે જ સમયે, મેરીયુપોલ અધિકારીઓનો દાવો છે કે એકલા આ (મારીયુપોલ) શહેરમાં 2400 થી વધુ લોકોના મોત થયા છે.
યુક્રેનના વિદેશ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે 20 માર્ચ સુધીમાં 14,700 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય મંત્રાલયે કહ્યું કે આ યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના ઘણા હથિયારો નષ્ટ થઈ ચૂક્યા છે. મંત્રાલયે દાવો કર્યો છે કે આ યુદ્ધમાં રશિયાએ 1487 બખ્તરબંધ વાહનો, 118 હેલિકોપ્ટર, 96 એરક્રાફ્ટ અને 476 ટેન્ક સહિત અનેક હથિયારો ગુમાવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રવિવારે કહ્યું કે યુક્રેન રશિયા સાથે ડીલ માટે તૈયાર છે. ઝેલેન્સકીએ કહ્યું કે અમે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત માટે તૈયાર છીએ. ઝેલેન્સકીએ વધુમાં કહ્યું હતું કે ‘વાટાઘાટ કરવાનો ઇનકાર એ WW3ની ચેષ્ટા છે’