1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોમનાથ મંદિરનો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો
સોમનાથ મંદિરનો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો

સોમનાથ મંદિરનો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો

0
Social Share

સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દર્શનાથે રોજબરોજ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે.  દેવાધી દેવ શ્રીસોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને  1લી ડિસેમ્બર 2023ના રોજ 28 વર્ષ પૂર્ણ થયા છે. 01  ડિસેમ્બર 1995 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ  શંકર દયાલ શર્માએ સંપૂર્ણ થયેલા સોમનાથ મંદિર દેશને સમર્પિત કર્યુ હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણના સ્મરણાર્થે પ્રતિ વર્ષ સોમનાથમાં 1 ડિસેમ્બર ને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિતે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી હતી

દેશની સ્વતંત્રતા બાદ અરબ સાગરના કિનારે વિસર્જન પછી ગુજરાતમાં અરબસાગરના કિનારે તે સમયે ભગ્ન અવસ્થામાં રહેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો  સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે વટ વૃક્ષ બન્યો અને નાગર શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ સ્થાપત્યનું ભવ્ય સોમનાથ મંદિર સંપન્ન થયું. ત્યારબાદ આગળ જઈને ટ્રસ્ટ દ્વારા શિખર અને સભામંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે પ્રવર્તમાન સંપૂર્ણ સોમનાથ મંદિર 1 ડિસેમ્બર 1995 ના રોજ દેશના તત્કાલીને રાષ્ટ્રપતિ  શંકર દયાલ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણ ના સ્મરણાર્થે પ્રતિ વર્ષ સોમનાથમાં 1 ડિસેમ્બર ને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિતે સોમનાથ મહાદેવને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી તેમજ મંદિરમાં પૂજારીગણ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code