
હવે 9 ઓગસ્ટથી વેક્સિનનના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોને સાઉદીઅરબે ઉમરાહ માટે આપી મંજુરી
- ઉમરાહ માટે વેક્સિનના બન્ને ડોઝ લીધેલા લોકોને મંજૂરી
- 9 ઓગસ્ટથી કરી શકાશે સાઉદી અરબની યાત્રા
દિલ્હીઃ સમગ્ર વિશ્વભરમાં કોરોના મહામારીને કારણ ેઅનેક ઘાર્મિક યાત્રાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો ,જો કે કોરોનાના કેસો ઘટતા આ પ્રતિબંધો હળવા થી રહ્યા છએ, ત્યારે હવે સાઉદી અરબે પણ મક્કા મદિનામાં ઉમરાહ કરવા આવતા લોકો માટે પરવાનગી આપી દીધી છએ, જો કે શરત એ રહેશે કે અહીં આવતા યાત્રીઓએ વેક્સિનના બન્ને ડોઝ મેળવી લીઘા હોવા જોઈએ, આવા લોકો ઉમરાહ કરી શકશે.
આ માટે આવતી કાલથી એટલે કે ૯ ઓગસ્ટથી પૂરી રીતે વેક્સિન લગાવી ચૂકેલા વિદેશી શ્રદ્ધાળુઓ માટે ઉમરાહ યાત્રાની શરૃઆત કરવામાં આવી રહી છે, કોરોનાના કારણે છેલ્લા કારણે વિદેશી યાત્રીઓ પર છેલ્લા દોઢ વર્ષથી પ્રતિબંધ લાગેલો હતો. આ પહેલાં એક ઓગસ્ટથી ટૂરિસ્ટ વિઝા ધારકોની એન્ટ્રી પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પણ પૂરો જાહેર કરવામાં આવ્યો હતો.
આ યાત્રા માટે સિનોફર્મ કે સિનોવૈક વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા હોય આ સિવાય તેઓએ દેશના ઇ વિઝા પોર્ટલ પ્રમાણે સાઉદી અરબ તરફ્થી મંજૂર કરવામાં આવેલી ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના અને જોન્સન એન્ડ જોન્સન એમ ચારમાંથી કોઇ એક વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ લીધો હોય તે જ માન્ય ગણાશે.
સાઉદી મીડિયા રિપોર્ટ પ્રમાણે મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓની ક્ષમતાને પણ દર મહિને ૬૦ હજારથી વધારીને હવે ૨૦ લાખ સુધી કરવામાં પણ આવશે, કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન આવશ્ય કરવાનું રહેશે. આ સહીત મક્કા અને મદીનાના હરમ શરિફમાં વિદેશી યાત્રીઓ લાંબા સમય બાદ ઈબાદત કરી શકશે.
આ સમગ્ર બાબતને લઈને હજ અને ઉમરાહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, સ્થાનિક અને વિદેશી ઘાર્મિક યાત્રા માટે યાત્રીઓ એ ઉમરાહ એપ્લિકેશનની સાથે સાથે અધિકૃત કોવિડ-19 વેક્સિનેશન પ્રમાણ પત્ર જોડવાનું રહેશે, પરંતુ જે દેશો પર સાઉદી અરબમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યાંના વેક્સિન લીધેલા શ્રદ્ધાળુઓએ સાઉદીમાં એન્ટ્રી કરતા પહેલા ક્વોરન્ટાઇન ફરજિયાત રહેવું પડશે.