1. Home
  2. ગુજરાતી
  3. વૈજ્ઞાનિકો એ શોધ્યો સુપર વેક્સિનનો ફોર્મ્યૂલાઃકોરોનાના દરેક વેરિએન્ટ માટે કારગાર સાબિત થશે
વૈજ્ઞાનિકો એ શોધ્યો સુપર વેક્સિનનો ફોર્મ્યૂલાઃકોરોનાના દરેક વેરિએન્ટ માટે કારગાર સાબિત થશે

વૈજ્ઞાનિકો એ શોધ્યો સુપર વેક્સિનનો ફોર્મ્યૂલાઃકોરોનાના દરેક વેરિએન્ટ માટે કારગાર સાબિત થશે

0
Social Share
  • વૈજ્ઞાનિકોએ સુપર વેક્સિનનો ફોર્મ્યૂલા શોધ્યો
  • દરેક વેરિએન્ટ પર કરશે અસર

દિલ્હીઃકોરોના વાયરસના નવા પ્રકારથી વિશ્વભરમાં ચિંતા વ્યાપી છે, જો કે હવે તેના સામે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે હવે વૈજ્ઞાનિકો એ સુપર વેક્સિનનો ફોર્મ્યુલા શોધી કાઢ્યો છે, જે  કોરોનાના દરેક પ્રકાર પર અસરકારક રહેશે.

આ મામલે વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું કે અમે એવા  કોરોનાને માત આપી ચૂકેલા લોકોમાં એવી એન્ટિબોડી શોધી કાઢી છે કે, જે દરેક પ્રકારના વેરિએન્ટ સામે લડવામાં સક્ષમ છે. આ અભ્યાસ સાયન્સ જર્નલમાં પ્રકાશિતકરવામાં આવ્યો છે. આ સ્ટડિ પાંચ માનવ મોનોક્લોનલ એન્ટિબોડીઝ પર સંશોધનનું વર્ણન કરે છે. આ બીટા વેરિએન્ટ પર અસરકારક હોવાનું જણાયું હતું.

સંશોધનકારોએ આ દરમિયાન કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વિશિષ્ટ મેમરી બી કોશિકાઓની તપાસ શરુ કરી. મેમરી બી શ્વેત રક્તકણો છે. તેઓ એવા વાયરસને ઓળખે છે અને તેમની સામે પ્રતિક્રિયા આપે છે જે પહેલા શરીર પર હુમલો કરી ચૂક્યા હોય છે.

વૈજ્ઞાનિકોએ કોરોનાને હરાવનારા લોકોમાં જોવા મળતી પાંચ એન્ટિબોડીઝમાંથી S2P6 પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. મોલેક્યુલર સ્ટ્રક્ચર વિશ્લેષણ અને કાર્યાત્મક અભ્યાસો દર્શાવે છે કે આ મોનોક્લોનલ એન્ટિબોડીમાં પ્રભાવશાળી હતી. તેમજ તે કોરોનાના બીટા વાયરસની સાથે સાથે ત્રણ અલગ અલગ ઉરજાતિઓ પર અસર કરે છે.

આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ જોયું કે કોષ પટલ સાથે જોડવાની વાયરસની ક્ષમતાને અવરોધિત કરીને તેણે આવું કર્યું. આ એન્ટિબોડીઝ આ વાયરસના સ્પાઇક પ્રોટીનમાં સ્ટેમ હેલિક્સ નામની રચનાને લક્ષ્ય બનાવે છે. સ્પાઇક પ્રોટીન વાયરસની કોષોને લેવાની ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code