
મંકીપોક્સના જીવતા વાયરસને શોધવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા – હવે ઈલાજ કરવામં અને રસી બનાવી થશે આસાન
- મંકીપોક્સના જીવતા વાયરસને વૈજ્ઞાનિકોએ શોધ્યો
- હવે ઈલાજ કરવામં અને રસી બનાવી થશે આસાન
વૈજ્ઞાનિકોને મંકીપોક્સને લઈને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમે સંક્રમિત દર્દીઓના પરીક્ષણ માટે લેવામાં આવેલા નમૂનાઓમાંથી મંકીપોક્સ વાયરસને જીવતો શોધી કાઢ્યો છે.
ઉલ્લેખીનય છે જીવતા વાયરસને બહાર કાઢવાટે વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવવામાં આવી હતી, જે 14 જુલાઈથી વાઈરસને શોધવા માટે લેબમાં દિવસ-રાત કામ કરી રહી હતી. 11 દિવસની કડી મહેનત બાદ NIV એ સત્તાવાર રીતે આની પુષ્ટિ કરતા કહ્યું કે ટીમ દર્દીના નમૂનામાંથી મંકીપોક્સ વાયરસને અલગ કરવામાં સફળ રહી છે.
જેથી હવે વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં સંક્રમિતોને ઓળખવા માટે એક ટેસ્ટ કીટ શોધી શકશે. સીરિયન ઉંદરોમાં જીવંત વાયરસનો ઉપયોગ કરીને, તેની ગંભીરતા અને સારવાર વિશે મહત્વપૂર્ણ માહિતી પણ મેળવી શકશે. આ સિવાય મંકીપોક્સ વિરોધી રસી પણ શોધી શકાય છે.આ વાયરસને જીવતો શોધવો તે ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. એનઆઈવીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. પ્રજ્ઞા યાદવે જણાવ્યું કે, આ એક મોટી સફળતા છે. આ વખતે મંકીપોક્સને અલગ કરવામાં આવ્યો છે. તેની ટેસ્ટ કીટ, સારવાર અને રસી વગેરે અંગે વધુ અભ્યાસ ટૂંક સમયમાં શરૂ થશે.
NIV ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટરે કહ્યું કે , ‘મંકીપોક્સ વાયરસને આઈસોલેટ કર્યા પછી હવે તેની અન્ય પ્રતિરુપ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ કામ પૂણેની BSL-3 લેવલની લેબમાં ચાલી રહ્યું છે. આ દરેક વાયરસને અલગ અભ્યાસ માટે સોંપવામાં આવશે.