1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળાની શરુઆતની ગરમીમાં જ રાજ્યભરમાં આઈસ્ક્રીમ અને ગોલાનું ઘોમ વેંચાણ 
ઉનાળાની શરુઆતની ગરમીમાં જ રાજ્યભરમાં આઈસ્ક્રીમ અને ગોલાનું ઘોમ વેંચાણ 

ઉનાળાની શરુઆતની ગરમીમાં જ રાજ્યભરમાં આઈસ્ક્રીમ અને ગોલાનું ઘોમ વેંચાણ 

0
Social Share
  • આઈસ્ક્રીમ અને ગોલાના રસીયાઓનો જામ્યો રંગ
  • ગદરમી શરુ થતાની સાથે જ લારીઓ પર ભીડ જામી
  • આઈસ્ક્રિમની ડિમાન્ડ વધી

અનમદાવાદઃ- રાજ્યભરમાં ગરમીનો પારો 40 સુધી પહોંચી ચૂક્યો છે, ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરવાની સ્થિતિ સર્જાય છે ત્યારે હવે લોકો ગરમીથી બચવા અને ઠંડક કરવા માટે આઈસ્ક્રિમ, કુલ્ફી કે બરફ ગોલાનો આશરો લઈ રહ્યા છે.

 ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, વજોદરા જેવા મોટા મોટા શહેરામાં બપોરના સમયે બરફગોળાની લારીઓ અને આઈસક્રિમના પાર્લર  પર ભારે ભીડ જોવા મળી રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ બરફગોલા ખાનારાઓની સંખ્યા વધી છે, આ સાથે જ આઈસ્ક્રિમના વેંચાણમાં વૃદ્ધી નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલની ગરમી માં જ રાજ્યભરમાં આઈસ્ક્રીમનું વેચાણ કોવિડ અગાઉના સ્તરે પહોંચી ગયું છે. માર્ચના હજી 15 દિવસ જ થયા છે ત્યા છંડી વસ્તુનું વેંચાણ વધી રહ્યું છે તો આગળ જતા હજી પણ આ વેંચાણમાં વધારો થવાની સંભાવનાઓ છે.ઉનાળામાં એપ્રિલ અને મે આમ બે મહિના સખ્ત ગરમી પડતી હોય છે ત્યારે આ મહિનાઓમાં આઈસ્ક્રિમનું વેંચાણ વધી શકે છે,

ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયગાળા દરમિયાન આઈસ્ક્રીમ ખાવામાં લોકો ખચકાટ અનુભવી રહ્યા હતા, ગળું ખરાબ થવું શરદી થવી વગેરેથી લોકો ડરી રહ્યા હતા ત્યારે હવે કેસ ઓછા થતા અને ગરમીની શરુઆત થતા જ લોકો આઈસક્રીમ અને ગોળા ખાવા લાગ્યા છે.

કોરોના વખતે આ વસ્તુની ડિમાન્ડ 85 ટકા ઘટી ગઈ હતી અમુલના આઈસ્ક્રીમ વેચાણમાં છેલ્લા 15 દિવસમાં ત્રણ ગણો વધારો થયો હોવાની માહિતી મળી રહી છે.જે  છેલ્લા બે વર્ષના વેચાણથી ખૂબ મોટો આંકડો છે.

ઉલ્લેખનીય છે કે  4 હજાર કરોડનાં આઈસ્ક્રીમ માર્કેટમાં અમુલનો 41 ટકા ભાગ છે.કોરોનાના નાઈટ કર્ફ્યૂ જેવા પ્રતિબંધોને કારણે આઈસક્રિમનું વેંચાણ પર માઠી અસર પડી હતી ત્યારે હવે તમામ  નિયંત્રણો  હટતા અને ગરમી વધતા બે વર્ષ બાદ આઈસક્રિમનું વેંચાણ આ સપાટીએ પહોંચ્યું છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code