1. Home
  2. ગુજરાતી
  3. સીડીએસ બિપિન રાવત અને બ્રિગેડિયર લિડર સહીત અન્ય સાતના જીપીએ વિમાના દાવાની રેકોર્ડ સ્તરે માત્ર 30 મિનિટમાં થઈ ચૂકવણી
સીડીએસ બિપિન રાવત અને બ્રિગેડિયર લિડર સહીત અન્ય સાતના જીપીએ વિમાના દાવાની રેકોર્ડ સ્તરે માત્ર 30 મિનિટમાં થઈ ચૂકવણી

સીડીએસ બિપિન રાવત અને બ્રિગેડિયર લિડર સહીત અન્ય સાતના જીપીએ વિમાના દાવાની રેકોર્ડ સ્તરે માત્ર 30 મિનિટમાં થઈ ચૂકવણી

0
Social Share
  • સીડીએસ રાવત સહીતના 7 લોકોની વિમાની 30 મિનિટમાં ચૂકવણી
  • આ બાબત ખૂબ જ સરહાનિય રેકોર્ડ

દિલ્હીઃ- તાજેતરમાં જ હેલિકોપ્ટર ક્રેશ તવાની ઘટના બની હતી જેમાં જનરલ બિપિન રાવત સહીત કુલ 13 લોકો શહીદ થયા હતા,ત્યારે હવે આ ઘટનાને લઈને એક સરહાનિય કાર્ય પાર પાડવામાં આવ્યું છે,બે સરકારી સામાન્ય વીમા કંપનીઓ, ન્યૂ ઈન્ડિયા ઈશ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સે સીડીએસ બિપિન રાવત, બ્રિગેડિયર એલએસ લિડર અને કુન્નૂર એરફોર્સના હેલિકોપ્ટરમાં શહીદ થયેલા અન્ય સાત અધિકારીઓના ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ વીમા દાવાની ચુકવણી રેકોર્ડ સ્તરે માત્ર 30 મિનિટની અંદર કરી છે. જે ખૂબ જ સરાહાનિય કાર્ય કહી શકાય. કદાચ આજથી પહેલા આટલી જલ્દી વિમાની રકમ કોઈને મળવા પાત્ર નહી બની હોય.

રાવત અને અન્ય સાત અધિકારીઓના દાવા યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ દ્વારા ચૂકવવામાં આવ્યા હતા અને બ્રિગેડિયર લિડરના દાવા ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સત્યજીત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 10 ડિસેમ્બરે બેંકમાંથી માહિતી મળતાની સાથે જ ન્યૂનતમ પેપરવર્ક સાથે પેમેન્ટ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાવત સહિત આઠ અધિકારીઓનો SBI GPA પોલિસી હેઠળ વીમો લેવામાં આવ્યો હતો. PNB પોલિસી ધરાવતા અન્ય બે અધિકારીઓના દાવા પણ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે.

આ સાથે જ મળતી નમાહિતી પ્રમાણે તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુર વેલિંગ્ટન કેન્ટોનમેન્ટના લોકોએ 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત સહિત તમામ જવાનો માટે ક્રેશ સાઇટ પર સ્મારક બનાવવાની માંગ કરી છે. સ્થાનિક લોકોએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને પત્ર લખ્યા છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code