
શિલ્પા શેટ્ટીનું બૉલિવૂડમાં કમબેકઃ 11 વર્ષના ગાળા પછી શિલ્પાની ફિલ્મ ‘નિકમ્મા’ રુપેરી પડદે આવશે
પોતાની ફિટનેસને લઈને બોલિવૂડમાં ફેમસ અદાકારા શિલ્પા શેટ્ટીના હર કોઈ દિવાના છે,શિલ્પા શેટ્ટી હમંશા સમાચારની લાઈનોમાં ચમકતી રહી છે ક્યારેક પોતાની ખુબસુરતીના કારણે તો ક્યારેક પોતાની ફિટનેસના લીધે, ત્યારે ફરિ હવે શિલ્પાના કમબેક થવાની વાતે મીડિયામાં જોર પકડ્યું છે.
અદાકારા શિલ્પા શેટ્ટી લાસ્ટ ‘લાઇફ ઇન અ મેટ્રો’માં જોવા મળી હતી. અને પછી તેણે ‘દોસ્તાના’ ફિલ્મમાં પણ આઇટમ સોંગ પર ઠુમકા લગાવ્યા હતા.છેલ્લે આઇટમ ડાન્સ કરીને શિલ્પાએ ફિલ્મમાંથી વિદાય લીધી હતી, જો કે નાના પડદે અનેક રિયાલીટી શોમાં દર્શકોને જોવા મળી છે, શિલ્પા દર્શકોને ટેલિવિઝન પર ઘણા સમયથી જજ તરીકે અને શો નું હોસ્ટિંગ કરતા જોવા મળી રહી છે
અદાકારા શિલ્પા ટીવી પર તો જોવા મળતી જ રહેતી હતી પરંતું હવે તે અગિયાર વર્ષના લાંબા સમયગાળા બાદ ફરીથી બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ કમબેક વિષે શિલ્પા કહે છે કે ‘એક પત્ની એક મા અને એક સ્ત્રી કરીકે મારી પ્રથમ જવાબદારી મારું પરિવાર છે’.
શિલ્પાનું કહેવું છે કે “એક સમય હતો જ્યારે મને ફિલ્મોમાં આવવાની ઇચ્છા બિલકુલ નહોતી થતી.પણ હવે સમય પસાર થતા હું બોલિવૂડમાં કમબેક કરવા તૈયાર છું. શિલ્પા હાલ ત્રણ સ્ક્રિપ્ટ વાંચી રહી છે. આ ત્રણમાંથી કઇ સ્ક્રિપ્ટમાંથી શિલ્પાએ નિક્મમાની સ્ક્રીપ્ટ ફાઇનલ કરી છે
શિલ્પા શેટ્ટી લાંબા સમયથી રૂપેરી પડદેથી ગાયબ થઇ ગઇ હતી. શિલ્પા પોતાના પરિવાર અને પતિને વ્યવસાયમાં મદદ કરવા તેમજ તેના પુત્ર વિવાનની દેખરેખ કરવામાં બીઝી હતી જેને લઈને તેણે ફિલ્મી દુનિયા છોડી હતી પરંતુ વહે તેનો પુત્ર પણ મોટો થઈ ચુક્યો છે અને હવે શિલ્પા 11 વર્ષના લાંબા સમય પછી ફરી નિકમ્મા નામની ફિલ્મમાં ચમકશે આ ફિલ્મ 2020માં રિલિઝ થશે.