
એશિયન ગેમ્સમાં દેશને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલઃ શૂટિંગ ટીમે વર્લ્ડ રેકોર્ડ તોડી ચીનને માત આપીને ગોલ્ડ મેડલ જીત્યો
દિલ્હીઃ- ભારતે 19મી એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 10 મીટર મેન્સ રાઈફલ (ટીમ)માં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. દિવ્યાંશ સિંહ પંવાર, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર અને રુદ્રાક્ષ પાટીલે શૂટિંગ ટીમ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ જીત્યો છે.
https://twitter.com/India_AllSports/status/1706137512123810235?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1706130592742687106%7Ctwgr%5E2f4ce08cbace44224083ae44332f62bfa66c7a2d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.navjivanindia.com%2Fsports%2Findia-won-first-gold-in-asian-games-made-world-record-in-shooting-broke-chinas-record
ભારતીય ત્રણેયે ખેલાડીઓએ 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં 1893.7 પોઈન્ટ બનાવ્યા. આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાએ સિલ્વર મેડલ અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ 1893.7 પોઈન્ટ સાથે ચીનનો રેકોર્ડ તોડ્યો, ચીને આ વર્ષે 19 ઓગસ્ટે બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 1893.3 પોઈન્ટ સાથે રેકોર્ડ બનાવ્યો હતો.
પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમમાં રૂદ્રાક્ષ બાળાસાહેબ પાટીલ, દિવ્યાંશ સિંહ પંવાર અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરનો સમાવેશ થાય છે. ભારતીય ત્રિપુટીએ હાંગઝોઉમાં ઈતિહાસ રચ્યો. વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં, ભારતીય ત્રણેયે કુલ 1893.7નો સ્કોર કર્યો અને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આ પહેલા શૂટિંગ ટીમ ઈવેન્ટમાં સૌથી વધુ સ્કોર ચીનના નામે હતો. ચીનના ખેલાડીઓએ ગયા મહિને બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 1893.3નો સ્કોર હાંસલ કર્યો હતો. ભારતીય ટીમે ચીન કરતા 0.4 પોઈન્ટ વધુ મેળવ્યા છે.
આ રીતે એશિયન ગેમ્સ 2023માં ભારતીય શૂટિંગ ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતની 10 મીટર પુરુષોની રાઈફલ ટીમે 1893.7 પોઈન્ટનો સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને ચીનના 1893.3 પોઈન્ટના રેકોર્ડને પાછળ છોડી દીધો આમ ચીનને માત આપી હતી. ચીને આ વર્ષે બાકુ ચેમ્પિયનશિપમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.
ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સની સત્તાવાર શરૂઆત બાદ પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ દેશ માટે પાંચ મેડલ જીત્યા હતા. બીજા દિવસે શૂટિંગ ટીમે ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે મહિલા ક્રિકેટ ટીમ દેશ માટે વધુ એક ગોલ્ડ મેડલ જીતી શકે તેવી આશાઓ છે. આ સિવાય શૂટિંગ અને સેલિંગમાં પણ ઘણા મેડલની અપેક્ષાઓ સેવાઈ રહી છે.