શ્રદ્ધા હત્યા કેસઃ મે મહિના બાદ એક વ્યક્તિ માટે આફતાબ ઓનલાઈન ભોજન મંગાવતો હતો
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્રદ્ધા હત્યા કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એટલું જ નહીં આ કેસમાં પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. શ્રદ્ધાની તેના પાર્ટનરે હત્યા કરી હતી. એટલું જ નહીં ક્રુરતાપૂર્વક લાશના 35 જેટલા ટુકડા કરીને જંગલમાં વિવિધ વિસ્તારમાં ફેંકી પુરાવાના નાશ કરવાના પ્રયાસ કર્યાં હતા. પોલીસે તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટની પણ તપાસ શરૂ કરી છે. દરમિયાન તેણે મે મહિના બાદ બે વ્યક્તિઓને બદલે માત્ર એક વ્યક્તિ માટે જ ઓનલાઈન ભોજન મંગાવતો હોવાનું ખૂલ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આફતાબના ઈન્ટરનેટ હિસ્ટ્રીની વિગતો મેળવવા માટે ઈમેલ, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ગૂગલ, ગૂગલ-પે, પેટીએમનો પણ સંપર્ક કર્યો છે. Paytm અને ફૂડ ડિલિવરી એપ Zomato ને જવાબ આપતાં ખુલાસો થયો કે આફતાબ બે લોકો માટે ફૂડ ઓર્ડર કરી રહ્યો હતો. થોડા સમય પછી ફૂડ ઓર્ડરમાં માત્ર એક જ વ્યક્તિ માટે ફૂડ ઓર્ડર આપવામાં આવતો હતો.


