1. Home
  2. ગુજરાતી
  3. સિંગિગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 12’ માં પવનદિપ રાજને લોકોના દિલ જીત્યા- બન્યા વિનર, 25 લાખ રપિયા સહીત સ્વિફ્ટ કાર મળી ભેટ
સિંગિગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 12’ માં પવનદિપ રાજને લોકોના દિલ જીત્યા- બન્યા વિનર, 25 લાખ રપિયા સહીત સ્વિફ્ટ કાર મળી ભેટ

સિંગિગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 12’ માં પવનદિપ રાજને લોકોના દિલ જીત્યા- બન્યા વિનર, 25 લાખ રપિયા સહીત સ્વિફ્ટ કાર મળી ભેટ

0
Social Share
  • પવનદિપ રાજન ઈન્ડિયન આઈડલ 12 ના વિનર બન્યા
  • 25 લાખ સહીત એક કાર મળી ભેટમાં

મુંબઈઃ ઇન્ડિયન આઇડોલ કે જે એક સિંગિગ રિયાલીટી શો છે, દેશભરના ઘરોમાં આ શો લોકોનો લોકપ્રિય શો છે ત્યારે સોની ટીવી પર પ્રસારિત થતા સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 નો ગ્રાન્ડ ફિનાલે હવે સમાપ્ત થઈ ચૂક્યો . વિતેલા દિવસ 15 ઓગસ્ટના રોજ, ઇન્ડિયન આઇડલને તેનો 12 મો વિજેતા મળી ચૂક્યો હતો. લોકોના પોતાના અવાજથી દિલ જીતનાર પવનદીપ રાજને છેવટે ઇન્ડિયન આઇડલ 12 નાુ દિલ પણ જીતીને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં અનુ મલિક, સોનુ કક્કર અને હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કુમાર સાનુ, વિશાલ દદલાની, મીકા સિંહ, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, જય ભાનુશાળી, ધ ગ્રેટ ખલી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી અને જાવેદ અલી પણ તેમને પ્રોત્સાહિત કરવા શોમાં પહોંચ્યા હતા.

આઈડલના ફાઇનલમાં પવનદીપ રાજનની અરુણિતા કાંજીલાલ, મોહમ્મદ દાનિશ, સન્મુખ પ્રિયા, નિહાલ તારો અને સાયલી કાંબલે સાથે ટક્કરની હરીફાઈ સર્જાઈ હતી. જજ વિશાલ દદલાણી શોના અંતિમ સમારોહમાં  મહેમાન બન્યા હતા, તેમણે કહ્યું કે જ્યારે મેં તમને પહેલી વખત સાંભળ્યા હતા, ત્યારે લાગ્યું કે તે સ્ટાર કલાકાર છે.

ઉલ્લેખનીય છે કે શોમાં સન્મુખ પ્રિયા છઠ્ઠા નંબરે હતી. તેના પછી નિહાલ ટોરો પાંચમા સ્થાને છે. નંબર 4 પર મોહમ્મદ દાનિશ, સાયાલી કાંબલે સેકન્ડ રનર-અપ બની અને ફર્સ્ટ રનર-અપ તરીકે અરુણિતા વિજયથી માત્ર એક ડગલું દૂર હતી. બીજી બાજુ, પવનદીપની જીત પર જશ્નનો માહોલ હતચો, દર્શકોમાં બેસીલી પવનદિપની માતા ખૂબ ભાવુક થઈ હતી. એ જાણીતું છે કે જ્યારથી પવનદિપ આવ્યો ત્યારથી અનેક લોકોની નજર તેની જીત તરફ હતી લાખો લોકો તેના અવાજના દિવાના હતા.પવનદીપની જીત પર હવે તેને સ્વિફ્ટ કાર સહીત ઈન્ડિયન આઈડલ 12 ની ટ્રોફી અને ઈનામ તરીકે 25 લાખ રૂપિયા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code