મોટાભાગના પુરુષો સ્કીન કેરના નામે માત્ર ફેસવોશ કે સાબુનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ નિષ્ણાતોના મતે, પુરુષોની ત્વચા સ્ત્રીઓ કરતા વધુ રફ હોવાથી તેને ખાસ કાળજીની જરૂર હોય છે. યોગ્ય સંભાળના અભાવે પિમ્પલ્સ, ડાર્ક સ્પોટ્સ અને વહેલી કરચલીઓ જેવી સમસ્યાઓ સર્જાય છે. જો તમે પણ તમારી ત્વચાને ચમકદાર રાખવા માંગો છો, તો નીચે મુજબના 7 સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ.
સ્કીન કેર રૂટિનનો સાચો ક્રમ
ક્લીન્ઝિંગ : સવારની શરૂઆત હળવા ક્લીન્ઝરથી કરો. તે ચહેરા પર જમા થયેલું ઓઈલ, પરસેવો અને બેક્ટેરિયા સાફ કરે છે. તમારી સ્કીન ટાઈપ (ઓઈલી કે ડ્રાય) મુજબ ક્લીન્ઝર પસંદ કરો.
ટોનિંગ : ક્લીન્ઝિંગ પછી ટોનર લગાવવું જરૂરી છે. તે ત્વચાનું pH લેવલ જાળવી રાખે છે અને અન્ય પ્રોડક્ટ્સને ત્વચામાં ઉતરવામાં મદદ કરે છે.
સીરમ : સીરમ ત્વચાની ચોક્કસ સમસ્યાઓ પર કામ કરે છે. ચમક માટે વિટામિન-C, ડ્રાય સ્કીન માટે હાયલ્યુરોનિક એસિડ અને વધતી ઉંમર અટકાવવા રેટિનોલયુક્ત સીરમ વાપરી શકાય.
અન્ડર આઈ ક્રીમ : આંખોની આસપાસની ત્વચા નાજુક હોય છે. ત્યાં આઈ ક્રીમ કે આઈ સીરમ લગાવવાથી ડાર્ક સર્કલ અને સોજો દૂર રહે છે.
મોઈશ્ચરાઈઝર : સીરમ પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તે ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને સ્કીન બેરિયરને મજબૂત બનાવે છે.
સનસ્ક્રીન : સવારના રૂટિનમાં આ સૌથી મહત્વનું સ્ટેપ છે. સૂર્યના UV કિરણોથી બચવા અને ટેનિંગ રોકવા બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન ચોક્કસ લગાવો.
ફેશિયલ ઓઈલ : જો તમારી ત્વચા અત્યંત ડ્રાય હોય, તો મોઈશ્ચરાઈઝર પછી થોડું ફેશિયલ ઓઈલ લગાવી શકાય. તેનાથી ત્વચાને વધારાનું પોષણ મળે છે.
નાઈટ રૂટિન પણ છે એટલું જ જરૂરી
રાત્રે આપણી ત્વચા રિપેર મોડમાં હોય છે, તેથી રાત્રે સૂતા પહેલા ચહેરો સાફ કરી યોગ્ય ક્રીમ કે સીરમ લગાવવું વધુ અસરકારક સાબિત થાય છે. રાત્રે ‘ડબલ ક્લીન્ઝિંગ’ (પહેલા ઓઈલ બેઝ્ડ ક્લીન્ઝર અને પછી ફેસવોશ) કરવાથી આખો દિવસની ગંદકી સંપૂર્ણ સાફ થઈ જાય છે.


