1. Home
  2. ગુજરાતી
  3. ‘કપિલ શર્મા શો’ ની મહેમાન બનેલી સ્મૃતિ ઈરાનીએ શૂટિંગ કર્યા વિના જ ગેટ પરથી જ પરત ફરવું પડ્યું –  જાણો કારણ
‘કપિલ શર્મા શો’ ની મહેમાન બનેલી સ્મૃતિ ઈરાનીએ  શૂટિંગ કર્યા વિના જ ગેટ પરથી જ પરત ફરવું પડ્યું –  જાણો કારણ

‘કપિલ શર્મા શો’ ની મહેમાન બનેલી સ્મૃતિ ઈરાનીએ શૂટિંગ કર્યા વિના જ ગેટ પરથી જ પરત ફરવું પડ્યું –  જાણો કારણ

0
  • કપિલ શર્માના સેટ પર સ્મૂતિ ઈરાની આવી પરંતુ પાછી ફરી
  • ગાર્ડ ઓળખી ન શકતા શૂટિંગ કરવું પડ્યું રદ
  • શૂટિંગ કર્યા વગર જ સ્મૃતિએ પરત ફરવું પડ્યું

 

સોની ટિવી પર પ્રસારિત થતો ઘ કપિલ શર્મા શો ખૂબજ જાણીતો શો છે, દેશભરમાં આ શો મોટા પ્રમાણમાં જોવાઈ રહ્યો છે ત્યારે આ શોને લઈને એક સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે, વાત જાણે એમ છે કે એવા સ્મૃતિ ઈરાની કપિલ શર્મા શોના નિર્માતાઓથી નારાજ છે. હાલમાં જ ચર્ચા હતી કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના પુસ્તકના પ્રમોશન માટે શોમાં આવવાની છે.

ત્યારે હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે  હવે તેનો એપિસોડ હાલ પૂરતો કેન્સલ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સ્મૃતિ ઈરાની ગેટ પર પહોંચી તો ગેટકીપર તેમને ઓળખી શક્યો નહીં. મંત્રીના ડ્રાઇવરને ગાર્ડે અટકાવ્યો હતો અને અંદર જવાની ના પાડી દીધી  હતી. એવા અહેવાલો છે કે ડ્રાઇવર અને ગેટકીપર વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી પરંતુ કોઈ વાત બની ન હતી. આ પછી નારાજ કેન્દ્રીય મંત્રી હંગામો કર્યા વિના પરત ફર્યા હતા.

કપિલ શર્માના શોમાં ઘણા સેલેબ્સ તેમની ફિલ્મોના પ્રમોશન માટે આવતા રહે છે. આવનારા એપિસોડમાં અભિનેત્રી અને બીજેપીના એવા મંત્રી સ્મૃતિ ઈરાની તેમના પુસ્તક ‘લાલ સલામ’ના પ્રમોશન માટે આવવાની હતી. જો કે તેમનું આગમન હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે.કેટલાર મીડિયા રિપોર્ટ પ્રમાણે કપિલ શર્મા અને સ્મૃતિ ઈરાનીને પણ આ વાતની જાણ નહોતી. આ સમગ્ર મામલો ડ્રાઇવર અને ગેટકીપર વચ્ચે થયો હતો. જેના કારણે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું

હાજર સૂત્રોએ જણાવ્યું છે કે સ્મૃતિ ઈરાની ડ્રાઈવર અને બે લોકો સાથે કપિલ શર્માના સેટ પર શૂટિંગ કરવા ગઈ હતી. ગેટ પરના ગાર્ડે તેને ઓળખ્યો નહીં અને અંદર જવાની ના પાડી. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેને શૂટ માટે બોલાવવામાં આવ્યો છે, ત્યારે તેણે જવાબ આપ્યો કે તેને આવો કોઈ ઓર્ડર મળ્યો નથી.આમ છેવટે સ્મૃતિ ઈરાની કોઈ પણ હંગામો કર્યા વિના પાછા ફરી ગયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે સ્મૃતિ ઈરાનીને ખૂબ ગુસ્સો આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.