
તો આ હશે દુનિયાનું સૌથુ ઊંચુ હિન્દુ મંદિર
ભારતમાં જે રીતે લોકો ભગવાનની પૂજા કરે છે તેને લઈને કોઈ શંકાને સ્થાન આપી શકાય નહી. દેશમાં લોકો ભગવાન સાથે જોડાયેલી આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને હજારો કીલોમીટરની યાત્રા કરતા હોય છે આવામાં હવે દેશમાં આ જગ્યા પર એક એવું મંદિર બનવા જઈ રહ્યું છે જે વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊંચુ મંદિર હશે.
જાણકારી અનુસાર તે મંદિર ઈસ્કોનનું વડુમથક હશે અને તે વર્ષ 2023માં બનીને તૈયાર થશે. આ મંદિર 2.5 એકરમાં બની રહ્યુ છે. તેના દરેક ફ્લોર પર એટલી જગ્યા છે કે 10 હજાર લોકો દરેક ફ્લોર પર રહી શકે. તે કોલકતાથી લગભગ 130 કિમી દૂર છે. તે આવનારા સમયમાં ભારતનું સૌથી પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ બની શકે છે.
આ મંદિરના નિર્માણમાં 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેનું કામકાજ લગભગ 2 દાયકાથી ચાલી રહ્યુ છે. તેના નિર્માણમાં 2 કરોડ કિલો સિમેન્ટનો ઉપયોગ થયો છે. આ મંદિરમાં બ્લુ બોલિવિયન માર્બલનો ઉપોયગ થયો છે. તેના નિર્માણમાં વપરાતા આરસના પથ્થર વિયેતનામથી આયાત કરવામાં આવ્યા છે અને કેટલાક આરસના પથ્થર ભારતના પણ છે. તેના પરનું ગુંબજ દુનિયાના સૌથી મોટા ગુંબજમાંથી એક હશે.