1. Home
  2. ગુજરાતી
  3. પગમાં ફીટ મોજા ન પહેરવા જોઈએ,આ છે કારણ
પગમાં ફીટ મોજા ન પહેરવા જોઈએ,આ છે કારણ

પગમાં ફીટ મોજા ન પહેરવા જોઈએ,આ છે કારણ

0
Social Share

આજનો સમય એવો છે કે નાનું બાળક જ્યારે સ્કૂલ જાય ત્યારે પણ તેના પગલામાં બુટ અને મોજા હોય છે, બાળકો કોલેજ જાય તો પણ બુટ મોજા પહેરવાનું પસંદ કરે છે અને જો વાત કરવામાં આવે ભણતર પછીના જીવનની તો નોકરીમાં પણ બુટ અને મોજા પહેરવા પડે છે. આવામાં તમામ લોકોએ જાણવું જોઈએ કે ફીટ મોજા ન પહેરવા જોઈએ કારણ કે તેનાથી અનેક પ્રકારના નુક્સાન થાય છે.

જો સૌથી પહેલા નુક્સાન વિશે વાત કરવામાં આવે તો લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. બીજુ નુક્સાન એ છે કે પગમાં પરસેવાની નિકળવાની સાથે ભેજ હોવાથી ફંગલ ઈંફેકશનની સમસ્યા ઉભી થઈ શકે છે. જેનાથી પગની ત્વચ ખરાબ થઈ શકે છે.

પગમાં ફીટ મોજા પહેરવાથી પગ પર નિશાન પણ બની જાય છે જેના કારણે ખંજવાળ અને બળતરા પણ થતી હોય છે.

વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code