1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકોને સસ્તા સોનાની લાલચ આપીને ઠગાઈ કરતી ગેન્ગના 5 શખસોને SOGએ ઝડપી લીધા
લોકોને સસ્તા સોનાની લાલચ આપીને ઠગાઈ કરતી ગેન્ગના 5 શખસોને SOGએ ઝડપી લીધા

લોકોને સસ્તા સોનાની લાલચ આપીને ઠગાઈ કરતી ગેન્ગના 5 શખસોને SOGએ ઝડપી લીધા

0
Social Share

અમદાવાદઃ લોકો ઘણીવાર સસ્તા સોનાની લાલચમાં રૂપિયા ગુમાવતા હોય છે. સસ્તાભાવે સોનું આપવાની લાલચ આપીને લોકોને ઠગતી ગેન્ગના પાંત શખસોને અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 24 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જેમાં સોનાના વરખ ચડાવેલા બિસ્કિટ, મોબાઈલ ફોન, બે ફોરવ્હીલનો સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ગ્રામ્ય SOGએ સસ્તું સોનું આપવાની લાલચ આપીને ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડી છે. લોકોને સસ્તું સોનું આપવાની લાલચ આપી શરૂઆતમાં સાચું સોનું આપી ઓછી રકમના વ્યવહાર કરતા હતા. ત્યારબાદ સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ કેળવીને વધુ સોનું ખરીદવાની લાલચ આપી મોટી રકમ લઈને સામે નકલી સોનું આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. SOG ક્રાઇમે પાંચ શખસોની ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે શેરખાન નોડે, શક્તિસિંહ ગોહિલ, વિષ્ણુ મસાણી, અંકિત પારેખ અને પ્રકાશ લાંચા નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 300 ગ્રામના સોનાના બિસ્કીટ ખોટા, અન્ય ધાતુના સોનાની વરખ ચડાવેલા 118 નંગ બિસ્કીટ, મોબાઈલ, રોકડ, બે ફોર વ્હીલર ગાડી સહિત 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, આરોપીઓ વચેટિયા મારફતે ભોગ બનનારને ઓછા પૈસામાં સોનું આપવાની લાલચ આપી શરૂઆતમાં સાચું સોનું આપીને પ્રમાણિક વ્યવહાર કરતા હતા. ત્યારબાદ સામેવાળાના વિશ્વાસ જીતીને તેને વધું સોનું ખરીદવાની લાલચ આપતા હતા. વધુ સોનું ખરીદવા સામેવાળા પાસેથી મોટી રકમ લઈને ખોટું સોનું પધરાવી દેતા હતા. આમ અનેક લોકોને આરોપીઓએ છેતર્યા છે. આરોપી પૈકી શેરખાન સામે ભુજ, નખત્રાણા, સરખેજ, ગારીયાધાર, ખેડા સહિતના જિલ્લાઓમાં ગુના નોંધાવી ચૂક્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code