1. Home
  2. ગુજરાતી
  3. યાત્રાધામ સોમનાથમાં હવે શક્તિપીઠના પણ દર્શન થશે : 21 કરોડના ખર્ચે બનશે પાર્વતી મંદિર
યાત્રાધામ સોમનાથમાં હવે શક્તિપીઠના પણ દર્શન થશે : 21 કરોડના ખર્ચે બનશે પાર્વતી મંદિર

યાત્રાધામ સોમનાથમાં હવે શક્તિપીઠના પણ દર્શન થશે : 21 કરોડના ખર્ચે બનશે પાર્વતી મંદિર

0
  • શિવની સાથે શક્તિના પણ થશે દર્શન
  • સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
  • 21 કરોડના ખર્ચે બનશે પાર્વતી મંદિર

સોમનાથ: યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર કરોડો શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સૌ કોઇ મંદિરના ઈતિહાસ અને ભવ્યતા વિશે પરિચિત છે અને હવે તેમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે.. ત્યારે હવે સોમનાથમાં શક્તિપીઠના પણ દર્શન થઇ શકશે. ટૂંક સમયમાં સોમનાથ દાદાના મંદિરની બાજુમાં જ પાર્વતીજીનું ભવ્યાતિભવ્ય મંદિર બનશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં પાર્વતીજીનું ભવ્ય મંદિર બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સોમનાથ મંદિરના વર્તમાન સંકુલમાં 21 કરોડના ખર્ચે પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ મંદિર શ્વેત આરસમાંથી બનાવવામાં આવશે. આકાશમાંથી જોવાય તો પણ પાર્વતીજીનું મંદિર અલગ દેખાય તેટલું વિશાળ હશે. પ્રભાસમાં એક શક્તિપીઠ હોવાનું કહેવાય છે પણ તે જગ્યા ક્યા છે તે કોઇને ખબર નથી તેથી સોમનાથમાં પાર્વતીજીનું મંદિર બનતા લોકોને શક્તિપીઠના પણ દર્શન થશે.

આમ હવે સોમનાથમાં પાર્વતીનું મંદિર બનવાના લીધે શિવની સાથે શક્તિના પણ દર્શન થશે. સોમનાથના દર્શને વર્ષે લાખો ભાવિકો આવે છે.ત્યારે શ્રદ્ધાળુઓ શિવ – પાર્વતીના દર્શનનો લ્હાવો લઇ શકશે..

_Devanshi

tags:

LEAVE YOUR COMMENT