1. Home
  2. ગુજરાતી
  3. સોનુ સૂદ બન્યા ટોપ ગ્લોબલ એશિયન સેલેબ્રિટી 2020, જુઓ લિસ્ટમાં કોનું – કોનું નામ છે
સોનુ સૂદ બન્યા ટોપ ગ્લોબલ એશિયન સેલેબ્રિટી 2020, જુઓ લિસ્ટમાં કોનું – કોનું નામ છે

સોનુ સૂદ બન્યા ટોપ ગ્લોબલ એશિયન સેલેબ્રિટી 2020, જુઓ લિસ્ટમાં કોનું – કોનું નામ છે

0
Social Share
  • સોનુ સૂદને એશિયન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા
  • 50 એશિયન સેલિબ્રિટીઝમાં સોનુ સૂદે મેળવ્યું ટોપ પર સ્થાન
  • સિનેમા,સંગીત અને ફેશનની દુનિયાની અન્ય ભારતીય હસ્તીઓ પણ આ લિસ્ટમાં સામેલ

મુંબઈ: બોલીવુડ એક્ટર સોનુ સૂદનું નામ દરેકની જીભ પર રહે છે. લોકડાઉન દરમિયાનથી જ જે રીતે તે લોકોની મદદ કરવા માટે પોતાનો હાથ લંબાવી રહ્યા છે, એટલા માટે લોકો તેને રીલ હીરો નહીં પરંતુ રીયલ હીરો બનાવી રહ્યા છે. હાલમાં જ તેને 2020 માટે નંબર વન એશિયન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેણે ઘણા બોલિવૂડ સેલેબ્સને પછાડીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. મળતી માહિતી મુજબ, યુકે સ્થિત ઇસ્ટર્ન આઈ સમાચાર દ્વારા પ્રકાશિત 50 એશિયન સેલિબ્રિટીઝમાં સોનુ સૂદે ટોપ સ્થાન મેળવ્યું છે.

મળતી માહિતી મુજબ આ લિસ્ટ દ્વારા એવા કલાકારો કે જેમણે તેમના કાર્યથી સમાજમાં સકારાત્મક છાપ ઉભી કરી છે અને લોકોને પ્રેરણા આપી છે. સન્માન બદલ આભાર માનતા એક્ટર સોનુ સૂદે કહ્યું કે, ‘મારા પ્રયત્નોને ઓળખ આપવા બદલ ઇસ્ટર્ન આઈનો આભાર. જેવી મહામારી આવી, મને અહેસાસ થયો કે, મારા દેશવાસીઓની મદદ કરવી એ મારી ફરજ છે. તે એવી વસ્તુ હતી જે મારી અંદરથી આવી.જે મેં કર્યું, તે એક ભારતીય તરીકેની મારી જવાબદારી હતી, અને હું મારા અંતિમ શ્વાસ સુધી નહીં અટકું. ‘

ઇસ્ટર્ન આઈના સંપાદક અસજદ નઝિરે લિસ્ટ તૈયાર કરી. તેમણે કહ્યું કે, સૂદ આ સન્માનને પાત્ર છે, કારણ કે લોકડાઉન દરમિયાન કોઈ અન્ય વ્યક્તિએ અન્યની મદદ માટે આટલું કામ કર્યું ન હતું. સિનેમા,સંગીત અને ફેશનની દુનિયાની અન્ય ભારતીય હસ્તીઓ પણ આ લિસ્ટમાં સામેલ છે.

જુઓ અહીં લિસ્ટ

  • અરમાન મલિક 5માં ક્રમે છે.
  • પ્રિયંકા ચોપડા છટ્ઠા સ્થાને છે.
  • તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ 7માં ક્રમે છે.
  • આયુષ્માન ખુરાના 11માં સ્થાને છે.
  • દિલજીત દોસાંજને 14મો ક્રમ મળ્યો છે.
  • શહનાઝ ગિલ 16માં ક્રમે છે.
  • અમિતાભ બચ્ચને 20મો ક્રમ મળ્યો છે
  • પંકજ ત્રિપાઠી 23માં સ્થાન પર છે .
  • અસીમ રિયાઝ 25માં સ્થાને છે.
  • ડિઝાઇનર મસાબા ગુપ્તા 32માં ક્રમે છે.
  • કોમેડિયન સલોની ગૌર 36માં ક્રમે છે.
  • ધ્વની ભાનુશાલી 42માં ક્રમે છે.
  • હેલી શાહે 47મો ક્રમ મેળવ્યો છે.
  • અનુષ્કા શંકર 50માં ક્રમે છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code