
જેની દ્રષ્ટિ નબળી છે તેમના માટે વૈજ્ઞાનિકોએ બનાવ્યા ખાસ ટીપા – જે નાખવાથી નહી પડે ચશ્માની જરુર
- વૈનિકોએ એવા ડ્રોપની કરી શોઘ જેનાથી ચશ્માની નહી પડે જરુર
- આ ડ્રોપ આંખમા નાખવાથી રોશની બનશે તેજ
સામાન્ય રીતે આજ કાલ જે રીતે આપણો આહાર અનહાઈજેનીક બની રહ્યો છે તે રીતે અનેક શારીરિક સમસ્યાઓ સર્જાય છે જેમાં ખાસ કરીને આજકાલ નાના નાના બાળકોને પણ આંખોની દ્રષ્ટિ નબળી થતી હોવાની ફરીયાદ છે જેને લઈને નાના બાળકોએ ચશ્મા પહેરવાની જરુર ઊભી થાય છે.ત્યારે હવે આ દરેક સમસ્યાઓનો હલ વૈજ્ઞાનિકોે શોઘી લીધો છે.
કારણ કે હવે વૈજ્ઞાનિકોએ એક એવા ડ્રોપ બનવ્યા છે કે જેને આંખમાં નાખવાથી આંખોની રોશ્ની તજે બનશે, આ ડ્રોપ આંખોમાં નાખ્યા પછી ચશ્મા પહેરવાની જરૂર નહીં રહે.
આ ડ્રોપનું પરિક્ષમ સફળ રહ્યું છે.આ આઈ ડ્રોપનું નામ છે Vuity આઈ ડ્રોપ ,જેનું પરિક્ષણ આરંભના તબક્કે 750 દર્દીઓ પર કરવામાં આવ્યું છે જે સફળ સાબિત થયું છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર એફડીએએ પણ સામાન્ય લોકો માટે આ આઈ ડ્રોપના ઉપયોગને મંજૂરી આપી દીધી
છે.
આ ખાસ પ્રકારના આંખમાં નાખવાના ટીપા આઇરિશ ફાર્મા કંપની એલર્જન દ્વારા બનાવાયા છે.
જાણો આ આઈ ડ્રોપની ખાસિયતો
આ ડ્રોપના પરિક્ષણમાં હત્વની ભૂમિકા ભજવતા આંખના નિષ્ણાંત એવા ડૉ. જ્યોર્જ ઓ. વારિંગે આ ડ્રોપને લઈને જણાવ્યું કે વધતી ઉંમર સાથે લોકોને પ્રેસ્બાયોપિયા થવા લાગે છે જેના કારણે તેમની આંખોની રોશની ઝાંખી પડે છે. જ્યારે આવું થાય છે, ત્યારે તેઓએ વસ્તુઓને ખૂબ નજીકથી જોવી પડે છે. આવા લોકો માટે આ ટીપા વરદાનરુપ સાબિત થી શકે છે
આંખમાં આ ડ્રોપ નાખ્યા બાદ તેની અસર 15 મિનિટ પછી જોવામ મળે છે. ડ્રોપ નાખ્યા બાદ તેની અસર આંખની અંદર ઇન્સ્ટિલેશન પછી થોડા કલાકો સુધી રહે છે.
આ ડ્રોપ આંખમાં નાખવાથી 6 થી 10 કલાક આંખની દ્રષ્ટિ પહેલા કરતા તેજ બનતી જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના નેત્ર ચિકિત્સક ડો.સ્ટીફન ઓર્લિન કહે છે કે આ આંખના ડ્રોપ રેટિનાનું કદ સંકોચે છે. જ્યારે આવું થાય છે, ત્યારે દર્દી નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોવાનું શરૂ કરે છે.
આઈ ડ્રોપની કિંમતી જો વાત કરીએ તો તે લગભગ 6 હજાર રૂપિયા રાખવામાં આવશે. યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરના નેત્ર ચિકિત્સક ડો. સ્કોટ એમ. મેકરેનીને આપેલી જાણકારી મુજબ જે લોકો ચશ્મા પહેરવા નથી ઈચ્છતા તે લોકો માટે આ ડ્રોપ બેસ્ટ ઓપ્શન છે.