1. Home
  2. ગુજરાતી
  3. ICC T20I રેન્કિંગ: કે.એલ.રાહુલ બેટ્સમેનની યાદીમાં બીજા ક્રમે તો કોહલી 7માં સ્થાને
ICC T20I રેન્કિંગ: કે.એલ.રાહુલ બેટ્સમેનની યાદીમાં બીજા ક્રમે તો કોહલી 7માં સ્થાને

ICC T20I રેન્કિંગ: કે.એલ.રાહુલ બેટ્સમેનની યાદીમાં બીજા ક્રમે તો કોહલી 7માં સ્થાને

0
Social Share
  • ICC T20I રેન્કિંગની યાદી જાહેર થઇ
  • આ વખતે યાદીમાં ભારતીય ટીમના બેટ્સમેન કે.એલ.રાહુલ બીજા સ્થાન પર પહોંચી ગયો
  • જ્યારે સૂકાની વિરાટ કોહલી સાતમાં સ્થાન પર છે

નવી દિલ્હી: ICC T20I Ranking ની યાદી જાહેર થઇ ચૂકી છે. આ વખતે યાદીમાં ભારતીય ટીમના બેટ્સમેન કે.એલ.રાહુલ ICC T 20ના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનની યાદીમાં ત્રીજા સ્થાન પરથી આગળ વધીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. જ્યારે સૂકાની વિરાટ કોહલી સાતમાં સ્થાન પર છે. મહત્વનું છે કે, કે.એલ. રાહુલ 816 અંક પર છે જ્યારે ઇંગ્લેન્ડના ડેવિડ મલાન 915 અંક સાથે પ્રથમ સ્થાન પર છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી 697 અંક પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ 808 અંક સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે. ભારતીય ટીમમાંથી વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ જ ટોપ 10માં સ્થાન મેળવી શક્યા છે.

બોલર અને ઓલરાઉન્ડરના લીસ્ટમાં ટોપ 10માં કોઇપણ ભારતીય ખેલાડીનો સમાવેશ થયો નથી. આ રેન્કિંગ દક્ષિણ આફ્રિકા તેમજ પાકિસ્તાન ટી-20 શ્રેણી બાદ જાહેર કરવામાં આવશે. પાકિસ્તાન આ શ્રેણીમાં 2-1થી જીતી છે.

બોલરોના લીસ્ટમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર તબરેઝ શમ્સીએ તેના કરિયરની સર્વશ્રેષ્ઠ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અફધાનિસ્તાનના રાશિદ ખાન ટોપ પર બન્યો છે. આ સીરીઝ બાદ પણ આ ટીમોની સ્થિતિમાં કોઇ પણ સુધારો જોવા મળ્યો નથી, પાકિસ્તાને એક અંક પ્રાપ્ત કર્યો પરંતુ તે ચોથા સ્થાન પર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ એક અંક ગુમાવ્યો પરંતુ છતા પણ તે પાંચમાં સ્થાન પર છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code