1. Home
  2. ગુજરાતી
  3. ICC ઑલરાઉન્ડર ટેસ્ટ રેન્કિંગ: રવિન્દ્ર જાડેજા ટોચ પર પહોંચ્યો, બન્યો નંબર-1 ઓલરાઉન્ડર
ICC ઑલરાઉન્ડર ટેસ્ટ રેન્કિંગ: રવિન્દ્ર જાડેજા ટોચ પર પહોંચ્યો, બન્યો નંબર-1 ઓલરાઉન્ડર

ICC ઑલરાઉન્ડર ટેસ્ટ રેન્કિંગ: રવિન્દ્ર જાડેજા ટોચ પર પહોંચ્યો, બન્યો નંબર-1 ઓલરાઉન્ડર

0
Social Share
  • ICC ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાની સફળતા
  • બન્યો નંબર-1 ઑલરાઉન્ડર
  • જાડેજા જેસન હોલ્ડરને ખસેડી પ્રથમ સ્થાન પહોંચી ગયો છે

નવી દિલ્હી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના રિઝર્વ દિવસની રમત શરૂ થતા પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. આ નવા રેન્કિંગમાં ભારતીય સૂકાની વિરાટ કોહલી ચોથા ક્રમાંકે જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન બીજા સ્થાને છે. હાલમાં વિન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ ટોપ-10માં દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ડીકોકની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. બીજી તરફ ઑલરાઉન્ડરોના રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા નંબર-1 બની ગયો છે.

રેન્કિંગ પર નજર કરીએ તો પ્રથમ ક્રમાંકે ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન સ્ટીવ સ્મિથ છે, જ્યારે ત્રીજા ક્રમાંકે માર્નસ લાબુશેન છે. ચોથા ક્રમે વિરાટ કોહલી તો પાંચમાં ક્રમાંકે જો રૂટ છે. છઠ્ઠા અને સાતમાં સ્થાને અનુક્રમે રોહિત શર્મા અને રિષભ પંત છે. આઠમા અને નવા સ્થાને અનુક્રમે ન્યૂઝીલેન્ડનો હેનરી નિકોલ્સ તેમજ ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર છે.

ICC ટેસ્ટ ઓલરાઉન્ડરનો રેન્કિંગમાં છલાંગ સાથે રવિન્દ્ર જાડેજા ટોચ પર છે. જાડેજા જેસન હોલ્ડરને ખસેડી પ્રથમ સ્થાન પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં જેસન હોલ્ડરે કંગાળ પ્રદર્શન કર્યું હતું. રેન્કિંગમાં જાડેજાના 386 રેટિંગ પોઇન્ટ છે. ત્રીજા સ્થાને બેન સ્ટોક્સ અને ચોથા સ્થાને ભારતીય સ્પિનર આર અશ્વિન છે. પાંચમાં ક્રમાંકે બાંગ્લાદેશનો ઑલરાઉન્ડર શાકિબ છે.

ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર પેટ કમિન્સ છે. બીજા સ્થાને આર અશ્વિન છે. ત્રીજા સ્થાને ટિમ સાઉદી અને ચોથા સ્થાને જોશ હેઝલવુડ છે. પાંચમાં સ્થાને નીલ વેગનર અને ત્યારબાદ કગિસો રબાડા છે. સાતમાં સ્થાને સ્ટુઅર્ટ બ્રોડ અને આઠમાં સ્થાને જેમ્સ એન્ડરસન છે. નવમાં સ્થાને મિશેલ સ્ટાર્ક અને 10માં સ્થાને જેસન હોલ્ડર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code