1. Home
  2. ગુજરાતી
  3. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે નહી છોડે પોતાનું પદ- નવા પીએમની નિમણૂકની જાહેરાત આ અઠવાડિયામાં જ કરાશે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે નહી છોડે પોતાનું પદ- નવા પીએમની નિમણૂકની જાહેરાત આ અઠવાડિયામાં જ કરાશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે નહી છોડે પોતાનું પદ- નવા પીએમની નિમણૂકની જાહેરાત આ અઠવાડિયામાં જ કરાશે

0
Social Share
  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ નહી છોડે પોતાનું પદ
  • નવા પીએમની નિમણૂકની જાહેરાત આ અઠવાડિયામાં જ કરાશે

દિલ્હીઃ- શ્રીલંકા છેલ્લા ઘણા મહિનાઓથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે આ સાથે જ શ્રીલંકામાં પીએમનો સખ્ત વિરોધ પણ થઈ રહ્યો છે જેને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવયા છે ત્યારે આવી સ્થિતિમાં અહીની પરિસ્થિતિ વધપ કથળી રહેલી જોવા મળી છે.આ સાથએ જ અહી ઈમરજન્સી પણ ઘણી વખત લાગૂ કરી દેવાઈ હતી.

ત્યારે હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ બુધવારે પદ છોડવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ આ અઠવાડિયે નવા વડા પ્રધાન અને કેબિનેટની નિમણૂક કરશે, જે બંધારણીય સુધારા રજૂ કરશે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં ગંભીર આર્થિક સંકટને કારણે સરકાર વિરુદ્ધ વ્યાપક દેખાવો થઈ રહ્યા છે. કટોકટી વચ્ચે વડા પ્રધાન પદેથી રાજીનામું આપનાર મહિન્દા રાજપક્ષે તેમના નજીકના મિત્રો પરના હુમલાને પગલે નૌકાદળના બેઝ પર સુરક્ષા હેઠળ છે.

રાષ્ટ્રને તેમના સંબોધનમાં, ગોટાબાયા એ એમ પણ કહ્યું હતું કે નવા વડા પ્રધાન અને સરકારની નિમણૂક કર્યા પછી, બંધારણમાં 19મા સુધારાની સામગ્રી તૈયાર કરવા માટે બંધારણીય સુધારો રજૂ કરવામાં આવશે જે સંસદને વધુ સત્તાઓ આપશે આ સાથે જ વધુમાં કહ્યું કે “હું એક યુવા કેબિનેટની નિમણૂક કરીશ, જેમાં રાજપક્ષે પરિવારનો કોઈ સભ્ય નહીં હોય.” તેમણે દેશને અરાજકતાભરી સ્થિતિમાં ન પહોંચે તે માટે રાજકીય પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે તેઓએ  પોતાના સંબોધનની થોડી મિનિટો પહેલાં, ભૂતપૂર્વ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે સાથે વાતચીત કરી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું, “નવી સરકારના વડાપ્રધાનને નવો કાર્યક્રમ રજૂ કરીને દેશને આગળ લઈ જવાનો મોકો આપવામાં આવશે.” તેમના રાજીનામા બાદ વચગાળાની સરકારનો માર્ગ મોકળો થયો છે. તેમણે પોતાનું પદ ન છોડવાની સાથે નવા પ્રધાનમંત્રીની આ અટવાડિયામાં જ નિમણૂકની વાત કરી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code