
ફ્રાન્સમાં કવિ તિરુવલ્લુવરની પ્રતિમા સ્થાપિત કરાઇ PM મોદીએ કહ્યું- સાંસ્કૃતિક સંબંધોનો સુંદર પુરાવો છે
દિલ્હી – ભારતનો સાંસ્કૃતિક વારસો હવે વોડેશમાં પણ સચવાઈ રહ્યો છે જેનું તાજેતરમાં ફ્રાંસ માં ઉદાહરણ જોવા મળ્યું છે , ફ્રાન્સના સેર્ગી શહેરમાં વિતેલા દિવસને રવિવારે દક્ષિણ ભારતના મહાન સંત તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઉત્તર ભારતમાં તુલસીદાસ, સુરદાસ, કબીર અને રસખાનનું સ્થાન એ જ દક્ષિણ ભારતમાં સંત અને પ્રખ્યાત કવિ તિરુવલ્લુવરનું સ્થાન છે. દક્ષિણ ભારતમાં લોકો રામચરિતમાનસ જેવી તેમની કૃતિઓ વાંચે છે. સંત તિરુવલ્લુવર પર આધારિત સંશોધન ચેર ઘણી યુનિવર્સિટીઓમાં અસ્તિત્વમાં છે. સંત તિરુવલ્લુવરનો જન્મ પૂર્વેની પ્રથમ સદીમાં થયો હતો. ત્યારથી લઈને આજ સુધી દક્ષિણ ભારતના ચાર રાજ્યોના દરેક ઘરમાં તેમના પુસ્તકો હજાર છે.
પીએમ મોદીએ કહ્યું કે આ પ્રતિમા આપણા સહિયારા સાંસ્કૃતિક સંબંધોનો સુંદર પુરાવો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે વડાપ્રધાને જુલાઈમાં બેસ્ટિલ ડે માટે પેરિસની મુલાકાત દરમિયાન આ સંદર્ભે જાહેરાત કરી હતી અને પ્રતિમાનું અનાવરણ તેનો અમલ છે.
Thiruvalluvar statue in Cergy, France is a beautiful testament to our shared cultural bonds. Thiruvalluvar stands tall as a symbol of wisdom and knowledge. His writings motivate millions across the world. https://t.co/yaDbtXpOzb pic.twitter.com/UJiX5k5myW
— Narendra Modi (@narendramodi) December 10, 2023
આ સાથે જ વિદેશ પ્રધાન જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેસ્ટિલ ડેની ઉજવણીમાં હાજરી આપવા ફ્રાંસની તેમની મુલાકાત દરમિયાન પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સના સેર્ગીમાં તિરુવલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન એ ઘોષણાનો અમલ છે. આ સાથે જ વિદેસ મંત્રી એ કહ્યું કે આ પ્રતિમા હજારો લોકોને પ્રેરણા આપશે. આ ફ્રાન્સ અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું બીજું પ્રતીક છે
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે પણ ટ્વીટ કરીને પ્રતિમાના અનાવરણની જાણકારી આપી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે રાજધાની પેરિસની નજીક સેર્ગી શહેરમાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સેર્ગી મેયર જીંડન અને પુડુચેરીના મંત્રી કે લક્ષ્મીનારાયણ સહિત ઘણા અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.