
ફોનને સાથે લઈને સુવાનું બંધ કરી દો,આ પ્રકારે થાય છે તેનાથી ગંભીર નુક્સાન
આજના સમયમાં લોકો રાત્રે મોડા સમય સુધી ફોન વાપરતા હોય છે, લોકોને આદત પણ હોય છે કે રાત્રે ફોનને જોડે લઈને સુઈ જતા હોય છે, પણ કમનસીબે લોકોને આ આદતથી થતા નુક્સાન વિશે જાણ નથી. લોકો તે વાતને જાણવી જોઈએ કે ફોનને સાથે લઈને સુવાથી કે તકીયાની નીચે રાખીને સુવાથી પણ આ નુક્સાન થઈ શકે છે.
ફોનને ઓશિકા નીચે રાખીને સૂવાનો સૌથી મોટો ખતરો એ છે કે જ્યારે મોબાઈલ ફોન ગરમ હોય અને ઓશિકા નીચે રાખ્યા પછી તેમાં આગ લાગવાનું જોખમ રહે છે. તેના કારણે ફોન ફટવાનો ડર રહે છે.
આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ એક રિસર્ચ કરી છે. વર્ષ 2011માં થયેલી રિસર્ચ અનુસાર, મોબાઈલ ઓશિકાની નીચે રાખવાથી રેડિયો ફ્રીકન્વેસી તમારી આસપાસ રહે છે. તે તમારી ઉંઘ બગાડી શકે છે. તે નાના બાળકથી લઈને મોટા સુધી તમામને નુકશાન પહોંચાડે છે. સાથે સાથે જ્યારે આપણે મોબાઈલને ઓશિકા નીચે રાખીને સૂઈએ છીએ ત્યારે આપણામાંથી મોટાભાગના લોકોને તેની બ્લૂ લાઈટથી ખલેલ પહોંચે છે. જ્યારે પણ તે વાઈબ્રેટ થાય છે અથવા તેની રિંગ વાગે છે, ત્યારે આપણે ફોનને ઉઠીને જોતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં અંધારામાં વારંવાર ફોનની બ્લૂ લાઈટ જોવાથી આપણી આંખોને નુકસાન થાય છે.
રિસર્ચ મુજબ ફોનની રિંગ તમારી ઊંઘની પેટર્નમાં ખલેલ પહોંચાડી શકે છે. તમને જણાવી દઈએ કે તેની રેડિયો ફ્રીક્વન્સી ઊંઘની પેટર્નને એવી રીતે બદલી શકે છે. તેના કારણે જ્યારે તમે સૂતા હોવ ત્યારે પણ તમે થાક અનુભવશો. તેથી જો તમને પણ આવી આદત હોય તો તેને તરત સુધારો. ફોન ઓશિકાથી દૂર રાખીને સારી ઊંઘ લો, જેથી બીજા દિવસે સારી ઊર્જા સાથે કામ કરી શકો.