
- અમેરિકાએ વિનેદન જારી કર્યું
- કહ્યું ભારત સાથેના અમારા મજબૂત સંબંધ ચીને કરેલા આક્રમણનું કારણ
દિલ્હી- છેલ્લા ઘણા સમયછી ચીન અને ભઆરતના સેન્ય વચ્ચે અથડામણની ઘટનાો સામે આવી છે,ચીન તેની હરકતોથી બહાર આવી રહ્યું નથી.તાજેતરમાં જ 8 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ચીનના સૈનિકોએ ભારતના સેન્ય સાથે ઘર્ષણ કર્યુંત્યારે આ બબાતે હવને અમેરિકાના ટોચના ધારાશાસ્ત્રીઓનું નિવેદન સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ધારાશાસ્ત્રીઓના કહ્યા પ્રમાણે ભારત વિરુદ્ધ ચીનની આક્રમકતાનું એક કારણ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો છે. ઈન્ડિયા કોકસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અરુણાચલ પ્રદેશમાં ચીનની તાજેતરની આક્રમકતા એ યાદ અપાવે છે કે શા માટે ભારત સાથે મજબૂત સુરક્ષા ભાગીદારી યુનાઈટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.ઉલ્લેખનીય છે કે ભારતના અમેરિકા સાથેના ગાઢ સંબંધોથી હંમેશા ચીનના પેટમાં તેલ રેડાતું આવ્યું છે.
ભારતીય કોકસએ મુખ્ય ક્ષેત્રોમાં સૈન્ય-થી-લશ્કરી સહયોગને મજબૂત કરવા માટે FY23 ફાઇનલ કોન્ફરન્સ રિપોર્ટમાં કલમ 1260ના સમાવેશની પ્રશંસા કરી. જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતા અને અતિક્રમણને રોકવા માટે ગુપ્તચર માહિતી એકત્રીકરણમાં સહકાર, પાંચમી પેઢીના વિમાનો અને ઉભરતી ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
આ સાથે જ નિવેદન જારી કરીને જણાવામાં આવ્યું છે કે તાજેતરની ઘટના ભારતીય ક્ષેત્રમાં ચીનના અન્ય એક જોખમ તરીકે ઊભૂ આવે છે,વધુમાં કહ્યું કે ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ તરીકે, અમે યુએસ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા માટે વર્ષોથી કામ કર્યું છે. ગૃહ દ્વારા પસાર કરાયેલ FY23 NDAA માં ખન્ના-શેર્મન-શ્વેઇકર્ટ સુધારાનો સમાવેશ કરીને ઇન્ડિયા કૉકસે આ દિશામાં પ્રગતિ કરી છે.ત્યારે ચીનને આ સંબંધો જાણી આંખમાં કાંકરીની જેમ ખૂચી રહ્યા છે.