1. Home
  2. ગુજરાતી
  3. સની દેઓલ-અમિષા પટેલની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘ગદર 2’નું ટિઝર રિલીઝ- 22 વર્ષ બાદ ફરી સની દેઓલ તારાસિંહના અંદાજમાં ઘૂમ મચાવા રેડી
સની દેઓલ-અમિષા પટેલની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘ગદર 2’નું ટિઝર રિલીઝ- 22 વર્ષ બાદ ફરી સની દેઓલ તારાસિંહના અંદાજમાં ઘૂમ મચાવા રેડી

સની દેઓલ-અમિષા પટેલની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘ગદર 2’નું ટિઝર રિલીઝ- 22 વર્ષ બાદ ફરી સની દેઓલ તારાસિંહના અંદાજમાં ઘૂમ મચાવા રેડી

0
Social Share
  • સની દેઓલ-અમિષા પટેલની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘ગદર 2’
  • ફિલ્મ ગદર 2 નું ટિઝર રિલીઝ

મુંબઈઃ- સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર બાદ 22 વર્ષે ફિલ્મ ગદર 2 આવવા જઈ રહી છે ત્યારે દર્શકો આ ફિલ્મને જોવા માટે ઘણા ઉત્સાહીત છે.ગઈકાલે ફિલ્મ મેકર્સે આ ફિલ્મનું સત્તાવાર ટિઝર રિલીઝ કરવાની માહિતી શેર કરી હતી ત્યારે હવે ફિલ્મ માં સનીની પ્રથમ ઝલક જોવા માંગતા લોકોના ઈંતઝારનો અંત આવ્યો છે.

આજરોજ સની દેઓલની અપકમિંગ અને મોસ્ટ અવોઈટેેડ ફિલ્મ ગદર 2 નું ટિઝર આઉટ થયું છે.દર્શકોને મનોરંજનના ડોઝની ઝલક બતાવવા માટે, નિર્માતાઓએ તેનું ટીઝર રિલીઝ કરી દીઘી છે ગદર જ્યારે વર્ષ 2002માં રિલીઝ થઈ ત્યારે સિનેમાધરોમાં ઘીમ મચાવી હતી ત્યારે ફરી એક વખત ગદર 2 પણ તૈયાર થઈ રહી છે.

એક કલાક પહેલા રિલીઝ થયેલા ટિઝરને અત્યાસ સુધી 1 મિલિયનથી પણ વઘુ વ્યૂઝ મળી ચૂક્યા છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે લોકો ફિલ્મની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ટીઝર ‘ગદર’ના પહેલા ભાગ સાથે જોડાયેલું છે, જે હાલમાં થિયેટરોમાં ચાલી રહ્યું છે. ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા ઓફિશિયલ ટીઝર લોન્ચ કરવાની ગઈકાલે જ જાહેરાત કરી દીધઈ હતી.

‘ગદર 2’નું ટીઝર બહુપ્રતિક્ષિત સિક્વલની રોમાંચક ઝલક આપશે. શ્રેષ્ઠ કલાકારો, પ્રતિભાશાળી દિગ્દર્શક સાથે, ગદર 2 પ્રેક્ષકોને આકર્ષિત કરવા અને એક નવી સિનેમેટિક ઉત્તેજના બનાવવા માટે તૈયાર છે.આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં ઘીમ મચાવાની તૈયારી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઝી સ્ટુડિયો અને દિગ્દર્શક અનિલ શર્માએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ગદર 2 નું ટીઝર રિલીઝ કરતા પહેલા સિનેમા હોલમાં ગદર રિલીઝ કરી છે. ટીમ તેમાં ગદર 2ની ઝલક પણ બતાવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code