1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કેસમાં ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ નોંધાયા,
કોરોનાના કેસમાં ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ નોંધાયા,

કોરોનાના કેસમાં ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ નોંધાયા,

0
Social Share
  • કોરોનાના કેસમાં ઉછાળો 
  • છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ નોંધાયા

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વઘઘટ નોંધાઈ રહી છે ત્યારે છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ત્યારે જો છેલ્લા 24 કલાકની વાતકરીએ તો ફરી કોરોનાના કેસમાં 12 ટકાનોનો વધારો આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 12.3 ટકાનો કેસમાં ઉછાળો આવ્યો છે. આ દરમિયાન કોરોનાના 20 હજાર 557 કેસ નવા નોંધાયા છે. આ સાથે જ હવે કુલ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 43,959,321 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે થયેલા મોતની વાત કરીએ તો આ દરમિયાન કુલ 45 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 526,212 લોકોના મોત થયા છે. 

આ સાથે જ સક્રિય કેસો હવે ફરી દોઢ લાખ થવાને આસપાસ જોવા મળી રહ્યા છે હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 46 હજાર 322 જોવા મળે છે.આ સાથે જ પાછલા દિવસના આંકડા સાથે સરખામણી કરીએ તો આજે નોંધાયેલા કેસોનો  આંકડો ગઈકાલના આંકડા કરતા વધુ છે. વિતેલા દિવસે દેશમાં 18 હજાર 313 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 57 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જો કે કોરોનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા પમ વધુ છે તે એક રાહતની વાત કહી શકાય, અત્યાર સુધીમાં 4 કરોડ 32 લાખ 86 હજાર 787 દર્દીઓ એ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે.

 દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ જોરશોરમાં ચાલી રહી છે.જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં  આવે તો આ સમયગાળા દરમિયાન કુલ 40 લાખ 69 હજાર 241 લોકોએ રસીના ડોઝ લીધા છે, જે બાદ હવે રસીકરણની કુલ સંખ્યા વધીને 203 કરોડ 21 લાખ 82 હજાર 341 થઈ ગઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code