1. Home
  2. ગુજરાતી
  3. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને મળી નવી સોનું
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને મળી નવી સોનું

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને મળી નવી સોનું

0
Social Share

છેલ્લા 16 વર્ષથી ચાલતો આ શો લોકોમાં ઘણો લોકપ્રિય છે. શો મા સોનુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પલક સિધવાનીએ થોડા દિવસો પહેલાં શોને અલવિદા કહ્યું હતું, તેની જગ્યા પર હવે ખુશી માલી સોનુની ભૂમિકામાં જોવા મળશે. છેલ્લાં 5 વર્ષથી સોનુ ભીડેની ભૂમિકા પલક સિધવાની ભજવી રહી હતી. નવી સોનુની ભૂમિકા ભાવનાર ખુશી માલી છેલ્લે ‘સેહજ સિંદૂર’માં જોવા મળી હતી. હવે તે શોમાં સોનુ ભીડેનું પાત્ર ભજવવા માટે તૈયાર છે.

અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, ‘સોનુ ટપ્પુ સેનાનો એક અભિન્ન ભાગ છે અને તેની હાજરી હંમેશા શો માટે સારી જ રહી છે.’ અસિત મોદીએ ખુશી માલી વિશે કહ્યું, ‘ખુશીને કાસ્ટ કરવી એ યોગ્ય નિર્ણય છે અને અમે માનીએ છીએ કે, તે આ પાત્રને સંપૂર્ણ રીતે કેપ્ચર કરી રહી છે. અમે ખુશીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ અને તેને સંપૂર્ણ સપોર્ટ આપીશું કારણ કે તે આ ભૂમિકા ભજવવામાં ખૂબ જ રસ ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે, અમારા દર્શકો તેમને એટલો જ પ્રેમ આપશે જે છેલ્લા 16 વર્ષથી શોને અને તેના પાત્રોને મળતો આવ્યો છે.’

કોણ છે ખુશી માલી?
ખુશીએ તેના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી અને પછી તેણે અભિનેત્રી તરીકે પોતાના કરિયરને વળાંક આપ્યો. ‘તારક મહેતા’ પહેલાં ખુશી ‘સાઝા સિંદૂર’ નામની એક ટીવી સિરિયલમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. ખુશીએ કહ્યું, ‘સોનુની ભૂમિકા ભજવવી રસપ્રદ રહેશે કારણ કે તેનામાં તેવી ઘણી ખૂબીઓ છે. ઉપરાંત, તારક મહેતાનો ભાગ બનવું એ મારા માટે આશીર્વાદ અને ખાસ તક છે. હું મારી ભૂમિકા દ્વારા દર્શકો સાથે જોડાવા આતુર છું.’

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 3 સોનું બદલાઈ ગઈ છે અને આ શોના ઘણા બધા પત્રો પણ બદલાઈ ગયા છે છતાં પણ આ શોએ તેની લોકપ્રિયતા જાળવી રાખી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code