ભાવનગર જિલ્લામાં કન્ટેનર ઉત્પાદન કરતી વધુ 10 કંપની કાર્યરત થશેઃ મનસુખ માંડવિયા
ભાવનગરઃ અલંગને લીધે ભાવનગર વિસ્તારમાં સ્ટીલ ઉદ્યોગનો વિકાસ થયો છે. અને અનેક રિ-રોલિંગ મિલો કાર્યરત બની છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ તાજેતરમાં સિહોર પાસે આવેલી એ.પી.પી.એલ.કન્ટેઇનર્સ પ્રાઇવેટ લિમિટેડમાં કાર્ગો કન્ટેઇનર્સનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે તેમણે ભાવનગરમાં કન્ટેનરનું ઉત્પાદન કરતી વધુ 10 કંપનીઓ કાર્યરત થશે તેમ જણાવ્યું હતું. કેન્દ્રિય મંત્રી મનસુખ […]