રાજ્યમાં નવીન 151 એસ.ટી. બસો શરૂ કરાશે, નિગમને વાહનો ખરીદવા ગ્રાન્ટની ફાળવણી
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે આશયથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ૧૫૧ જેટલી નવીન એસ.ટી.બસોનો ઉમેરો કરી નાગરિકોની સુવિધાઓમાં મુકવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા એસ.ટી નિગમને દર વર્ષે બજેટમાં નવા વાહનો ખરીદવા […]