ગુજરાતના 7 જિલ્લાના દરિયાકાંઠાથી 7 નોટીકલ માઈલ દૂર 25 આર્ટિફિશિયલ રીફ પ્રસ્થાપિત થશે
ગાંધીનગરઃ ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિ.મી. જેટલો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે. જ્યાં મત્સ્ય ઉત્પાદનની ક્ષમતા ખૂબ જ વધારે છે. છેલ્લા બે દશકામાં ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો છે. પરંતુ છેલ્લા 5 વર્ષ દરમિયાન દેશ સહિત ગુજરાતના મત્સ્ય ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં દર વર્ષે સતત વધારો થાય […]