સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો
સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 29 વર્ષ પૂર્ણ થયા, 1લી ડિસેમ્બર 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંપૂર્ણ થયેલું સોમનાથ મંદિર દેશને સમર્પિત કર્યુ હતુ. દર વર્ષે 1લી ડિસેમ્બરનો દિન સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવાય છે સોમનાથઃ સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 1લી ડિસેમ્બરના રોજ 29 વર્ષ થતા સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવણી કરવામાં આવી હતી. […]