ગુજરાતમાં આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ’ની મથામણ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે, રાષ્ટ્રીય નેતાઓની સભાઓ પણ યોજવામાં આવી રહી છે. ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું હોવા છતાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચારથી ભાજપને ચિંતા પેઠી છે. […]