વેરાવળના બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશુટ દરમિયાન 5 લોકો દરિયામાં તણાયા, યુવતી લાપત્તા
વેરાવળના આદરી બીચ પર દૂર્ઘટના બની, સમુદ્રમાં ઊંચી લહેરો યુવતી સહિત પાંચેય યુવાનોને ખેંચી ગઈ, ચાર યુવાનોને બચાવી લેવાયા વેરાવળઃ અરબી સમુદ્રમાં ડિપ્રેશન શમી ગયા બાદ દરિયામાં કરંટ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા યુવતી સહિત પાંચ યુવાનો દરિયાના મોજામાં તણાઈ ગયા હતા. […]


