વલસાડ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજ ચોરી સામે તંત્રના દરોડા, 70 વાહનો જપ્ત કરાયા
વલસાડ : ગુજરાતના દરેક જિલ્લાઓમાં ગેરકાયદે ખનન પ્રવૃતિઓ બેરોકટોક ચાલતી હોય છે. ખનીજ માફિયાઓને કોઈનો ય ડર રહ્યો નથી. સરકારી ખૂલ્લી જમીનોમાંથી માટી, નદીઓમાંથી રેતી, અને ડુંગરાળ વિસ્તારોમાંથી કપચીની ચોરી સામાન્ય બની ગઈ છે. આવી ચોરી અટકાવવા માટે ખાણ-ખનીજ વિભાગ, કલેક્ટર અને પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ માથાભારે ખનીજ માફિયાઓ પોતાનો […]