સુરતમાં આરટીઓની ડ્રાઈવ બાદ છેલ્લા 3 મહિનામાં 794 વાહનો ખાનગીમાંથી ટેક્સી પાસિંગ થયા
સુરતઃ શહેરમાં સ્કુલ વર્ધી સહિત કેટલાક વાહનો પબ્લિક પરિવહન કરતા હોવા છતાંયે ખાનગી રજિસ્ટર્ડ થયેલા હતા. આથી આરટીઓ દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્કુલવર્ધીના વાહનચાલકોને મુદત આપીને ટેક્સી પાસિંગ કરાવી લેવાની સુચના આપવામાં આવી હતી. તેના લીધે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ 794 ખાનગી વાહનો ટેક્સી અથવા મેક્સી પાસિંગમાં તબદીલ થયા છે. […]